________________
પુસ્તક ૩ જું
૪૭
રરતે જતા તમારી દષ્ટિ એક આંબા ઉપર જાય, તમે એ આંબાને જુએ છે, તેના થડને જુએ છે, તેની સુંદર ડાળીઓને જુએ છે, ચારે બાજુએ લચી પડતા ઘેરાવાને જુએ છે, તેના મઘમઘ મહેંકી રહેલી મેરની મંજરીઓને જુએ છે અને છેવટે આંબાની મધુર કેરીઓ તમને દેખાય છે. આ સઘળું તમે જોઈ શકે છે ખરા ! પરંતુ આંબાનું મૂળ તમે જોઈ શકતા નથી ? તે શું વૃક્ષોના સ્વરૂપને જાણનારા તમે એમ કહી દેશે કે આ આંબે મૂળીયાં વગરજ ઉગેલે છે અને તેણે વગર મૂળીયે ઉગીને પણ ફળફળાદિને ધારણ કરેલાં છે?
પુણ્યપ્રકૃતિની જડ શું?
આંબાના મૂળને ન દેખવા છતાં આંબાની ફળફલાદિરૂપ સમૃદ્ધિને દેખનારા તમે કદાપિ પણ એમ ન કહી શકે કે આ સઘળી સમૃદ્ધિ મૂળિયા વિનાજ ઉત્પન્ન થએલી છે ! એજ પ્રમાણે જગત બાહ્યસમૃદ્ધિને દેખે અને મૂળને ન દેખે તેટલા માત્રથી વસ્તુ સ્વરૂપને સમજનાર માણસ તે કદાપિ પણ કારણરૂપ વસ્તુ અથવા તે મૂળને ઈન્કાર નહિ જ કરી શકે, દુનિયાએ આંબાનું થડ, છાલ, ડાળી, પાંદડા બધું જોયું છે તેટલાં માત્રથી પણ તેને આંબાનું મૂળ છે જ! એ વાત સ્વીકારવી પડે છે. તે જ પ્રમાણે જગત આહાર, ઈન્દ્રિ, શરીર, તેના વિષયે ઈત્યાદિ દેખે છે. એટલાથીએ તેને એ બધાના કારણરૂપ મૂળને સ્વીકારવું જ પડે છે. આ આ ભવમાં મળેલા સુખ અને વૈભવની જડ જોઈએ તે તે પુણ્ય પ્રકૃતિ જ છે, પરંતુ એ પુણ્યપ્રકૃતિની પણ જડ જોવા જઈએ તે માલમ પડે છે કે તે ગતકાળમાં થયેલા શુભ પરિણામે જ છે. લખેથીપણાની જડ શું?
હવે તમે બારીકીથી વિચાર કરશે તે તમને માલમ પડશે કે તમે લાખ મેળવ્યા હતા તેથી જ લખેશ્રી હતા, અને લાખ