________________
આગમ ચેત સંપ્રદાયવાદીઓ તરફ જોઈએ તે તેઓ પેલા ઝવેરીના છોકરાની માફક વર્તતા માલમ પડે છે. ઝવેરીને છેક હીરાના તેલમાપ, જાણતું નથી, હીરાની મહત્તા સમજતું નથી, પરંતુ તે ભાગ્યયોગથી સારા કુટુંબમાં જન્મેલો હોવાથી કાચના કટકાને હીરે ન કહેતાં સાચા હીરાને જ હીરે કહે છે, તે જ પ્રમાણે શૈવ, વૈષ્ણવ વગેરે પણ ભાગ્યમે આ દેશમાં જન્મેલા હેવાથી જીવનું મહત્વ, તેનું કવરૂપ, તેના લક્ષણ વગેરે કાંઈ પણ જાણ્યાં વિના સાચા જીવને જીવ કહી દે છે. એથી આગળ આ લોકોનું પગલું પડી શકતું નથી. નાતિકે જડ પદાર્થથી જીવની ઉત્પત્તિ માને છે. ભૂતત એ બધા જડ પદાર્થો છે, પરંતુ એ જડ પદાર્થદ્વારા-જડ પદાર્થોને પરસ્પર સોગ થાય છે, તે દ્વારા તેઓ ચેતનરૂપ જીવ પદાર્થ થયે હોવાનું માને છે. જીવના સ્વરૂપને જાણ્યું નથી
જડ પદાર્થમાંથી ચેતન પદાર્થની ઉત્પત્તિ જ થઈ શકતી નથી, છતાં નાતિક જડપદાર્થમાંથી જીવ થયેલો માને છે. શિવ, વૈષ્ણ. આવી રીતે જડપદાર્થોને જીવને પિતા માનતા નથી, પરંતુ તેઓ બાળકની માફક જીવના સ્વરૂપ, જીવના ગુણ પર્યાય દ્રવ્યત્વ વગેરેને જાણતા નથી અને તેઓ જીવને જીવ કહી દે છે. જીવના ગુણ વગેરે ઓળખવાની કેઈએ તસ્દી લીધી જ નથી, કારણ કે ત્યાં સુધી તેમની બુદ્ધિ જ ચાલી શકી નથી.
હવે સમકિત દષ્ટિવાળા જીવને જીવ કેવી રીતે માને છે? તે વિચારે. સમકિત દષ્ટિવાળાએ આખી દુનિયા કરતાં જુદા જ
સ્વરૂપે, જુદી જ રીતે જીવને જીવ માને છે. આ વસ્તુના આટલા વિવેચન પછી જરાક વિચારશે તે પણ તમારા ખ્યાલમાં સહેજે આવી જવા પામશે. ઝવેરીનો બાળક હીરાને હીરે કહે છે, તેના કરતાં સમજુ ઝવેરી હીરાને હીરે કહે છે, તે જુદા જ રૂપે કહે છે, તે જ પ્રમાણે શૈવ વૈષ્ણવાદિ જીવ તત્વને માને છે. સમ્યગ્દષ્ટિ વતત્વ માને છે તેના સંબંધમાં પણ સમજવાનું છે.