________________
આગમ જતા
5:
A
સંપાદકીય નેંધ
તાત્વિક પ્રશ્નોત્તરના વિશાલ સંગ્રહમાંથી ૭૭ પ્રશ્નો વિવેચન. સાથે સુરતમાં પૂઆગદ્ધારકશ્રીએ વિ. સં. ૨૦૦૪ના મહા વદ ૭ થી ૧૨૫ જેટલા સાધુ-સાધ્વીઓને વાચના રૂપે સમજાવેલ, તેને સંગ્રહ પુસ્તકાકારે આગમ દ્વારક સંગ્રહ ભા. ૧ તરીકે શ્રી જૈન પુસ્તક પ્રચારક સંસ્થા સુરત તરફથી વિ. સં ૨૦૦૫ માં પ્રકટ થયેલ. તેમાંથી પ્રશ્નો શબ્દાર્થ સાથે અહીં આપવા શરૂ કરેલ, તે આ વખતે પૂર્ણ થાય છે.
આમાં પ્રશ્ન ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૩, પ્રશ્નો સામાન્ય વર્ણન રૂપ છે. પ્રશ્નોત્તર રૂપે નથી છતાં અહીં પ્રશ્નોના ચાલુ કમાંકમાં તેને સ્થાન મળ્યું છે. મૂળ સંસ્કૃત પ્રત જોતાં તેમાં પણ આ રીતે જ છે. કયા કારણે પ્રશ્નોત્તર રૂપ ન હોવા છતાં આ રીતે ક્રમાંક લખાયા હશે, તે વાત ગીતાર્થ ભગવતેના ચરણમાં બેસી વિવેકીએાએ એ સમજવા પ્રયત્ન કર.
હવે પછી તારિત્ર પ્રશ્નોત્તitળ સંસ્કૃત ગ્રંથમાંથી પ્રશ્નોને સરળ. ભાષામાં અનુવાદ આપવામાં આવશે.
પૂ. આગમેઢાકીએ આજીવન મનન કરેલ આગમિક સાહિત્યના અપાર સમુદ્રમાંથી જેવા ગૂઢાર્થ ભર્યા આ પ્રશ્નોત્તરે ખૂબ જ તટસ્થતા, આગમભક્તિ અને જ્ઞાનીની નિશ્રાએ નમ્રતાપૂર્વક રહેવાની વૃત્તિ આદિ ગુણસંપદા કેળવી સમજવા પ્રયત્ન કરે જરૂરી છે.
આગમપંથ કહ્યા વિના રઝલ્યા હું સંસાર !!