________________
) મનનીય છે | ક ખ શ્રો રો જો
(પૂ આગમહારક ધ્યાનસ્થ રવ. આચાર્યદેવશ્રીએ તાત્વિકદષ્ટિ અને આગમોના ઉંડા ચિંતનના આધારે ઘણુ માર્મિક આગમ સંબંધી લેખીત ખુલાસા પ્રશ્નોત્તરે દ્વારા પ્રકટ કર્યા છે. અહીં આપવામાં આવતા પ્રશ્નોત્તર શાસન સુધાકર (વર્ષ ૮ મં. ૧૯) માંથી સાભાર ઉદ્દત કરીને જિજ્ઞાસુઓના લાભાથે અહીં પુનઃ પ્રકાશિત કરાવાય છે. સં. )
પ્રશ્ન ૧ : ચૈત્ર માસમાં શુદ ૧૦ થી શુદ ૧૫ સુધીમાં અચિત્ત ૨જ ઉઠ્ઠાવણને ત્રણ દિવસ ઉપરા ઉપર કાઉસગ કરાય છે, પરંતુ તે કાઉસગ કરે ભૂલી જવાય છે તે તેનું શું? અને તે કયાં સુધી?
ઉત્તર : આવશ્યક, હારિભદ્રીય, આવશ્યક ચૂર્ણિ (અવાધ્યાય નિયુક્તિના વિવરણમાં) અને પ્રવચન સારોદ્ધારમાં (અવાધ્યાય દ્વારમાં) રજ ઉડે ત્યારે તે કાઉસગ ભૂલા હેય તે એક વર્ષ સુધી સ્વાધ્યાય ન થાય એમ જણાવેલ છે. સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં એક વર્ષ સુધી કાળ ગ્રહણ લેવું, દાંડીથર થવું અને નવા જોગ કરવા તે ન કપે એમ જણાવેલ છે.
પ્રશ્ન ૨ : લેચ વખતે સચિત્ત અચિત્તરજ ઉઠ્ઠાવણીને ચાર લેગસ્સને “સાગરવર ગંભીર’ સુધી કાઉસગ્ગ કરાય છે તેને હતુ શું?
ઉત્તર : વાળમાં રહેલ પૃથ્વીકાયની સચિત્ત અને અચિત્તરંજની જયણાને માટે તે કાઉસગ હોવાનો સંભવ છે.
પ્રશ્ન ૩ઃ પયુંષણમાં સાધુના અભાવે સાધ્વીજી મ. કલ્પસૂત્ર વાંચે? તેનું ભાષાંતર વાંચે? કે શું વાંચે? તેમ જ જે વાંચે તે આવક-શ્રાવિકા બંનેની સામે વાંચે કે એકલા શ્રાવકગણની સામે વાંચે