Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 306
________________ પુસ્તક ૪ થું તે શાશ્વત નવેય પદે આરાધકને તદ્રુપે પૃથક પૃથક લક્ષમાં આવે અને તે પણ ચિત્ર અને આની શાશ્વતી અઠ્ઠાઈના સર્વોતમ દિવસમાં એ રીતે છ છ માસે પૃથક–પૃથક લક્ષમાં આવે તો તે નવપદનું તન્મયપણે દયાન કરતે આરાધક ઇયળ ભમરી'ના ન્યાયે સત્વર નવપદમય બની જાય છે. આવા અનેક શુભ હેતુસૂચક છે નવેયપદની અષ્ટકમલદલરૂપ શ્રી સિદ્ધચક્રની રચના મુકરર છે અને “ભગવાન્ શ્રી સિદ્ધસેન દિવાકરજી “પૂતય નિર્મર વા મિ થર્ અક્ષય સંમવિ પરું નr wવાયા:” કહે છે. તેમ પવિત્ર અને નિર્મલ કાન્તિવાળા પરમાત્મા બીજ સ્વરૂપ તે અરિહંત ભગવંતનું તે કમળની કર્ણિકામાં સ્થાન પણ નિયત છે. આ પ્રકારની શ્રી સિહ-ચકયંત્રની રચના “તે નવપદજીમાં પાંચ ગુણ છે- ચાર ગુણ છે. પાંચ પૂજ્ય અને આરાધ્ય છે. છેલ્લાં ચાર પદે કેવળ આરાધ્ય છે. પ્રથમના બે દેવપદ છે. પછીના ત્રણ ગુરુપદ છે અને અંતિમ ચાર ધર્મપદ છે. એ વિગેરે વિવિધ પ્રકારે આરાધકને જ્ઞાન અને ધ્યાનદાયક નીવડીને સત્વર કલ્યાણપ્રદ બને છે. આથી જ તે નવપદને મહિમા શ્રી તીર્થકરોએ, એ અને બીજી પણ અનેક રીતે અનેક રીતે અનેક સ્થળે વર્ણવેલ હોવાના શાસ્ત્રો ભર્યા છે તેમાંથી પાઠો કેટલા આપવા? તે શાશ્વતપદોની તેવી ઉત્તમ આરાધના બને માટે -તે બે અઠ્ઠાઈનો મહિમા કરવાનું ઉત્તરાધ્યયન સૂત્રવૃત્તિકાર પણ “રાતચાત્તાશો.” કહીને કહે છે તે જીનેશ્વર મહારાજાએ જ કહે છે. આ વસ્તુ વિજયલક્ષમીસૂરિજી કૃત અષ્ટાલિંકાના વ્યાખ્યાનમાં પણ પ્રસિદ્ધ છે. શ્રી નવપદ આરાધના માટેના એ ઉત્તમ દિવસે માં શ્રી નવપદજીનું આરાધન તન્મયપણે બને માટે ઈન્દ્રિયોને વિકાર કરનારા માદક પદાર્થો પર પ્રતિબંધ અને નિરસ આહાર સ્વરૂપ આયંબિલ તપની યોજના શ્રી મુનિચંદ્રસૂરિજીએ આગમમાંથી જ ઉદ્ધરીને શ્રી શ્રીપાલ મહારાજા તેમ જ શ્રીમતી મયણાસુંદરીને બતાવી દેવાનું પ્રસિદ્ધ છે. તે શાસ્ત્રો વર્તમાનમાં વિદ્યમાન ન પણ હોય એ નહિ બનવા -ગ નથી.

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314