________________
ર
આગમ
ત
ઉત્તરઃ (૧) “હું અજ્ઞાની છું તેથી આ વિદ્વાનને પૂછી તેનું કહેલું માનીશ” એ પ્રમાણે થાય તે જિજ્ઞાસા (૨) સાધક-બાધક પ્રમાણને પિતે જાણતું ન હોય અને તેથી બંને પક્ષમાં સાચાપણાની બુદ્ધિને ધારણ કરે તે સંશય (૩) બે માંથી એક પક્ષને નિર્ણય કરવા માટે બંને પક્ષને પૂછવું એમ વિચારે એ શંકા (૪) પદાર્થના સ્વરૂપને જાણનારને તે જાણવા માટેનું વચન તે પ્રશ્ન અને (૫) બેટા માર્ગને પ્રશંસવાની બુદ્ધિ તે કાંક્ષા, આ પ્રમાણે તેઓમાં ભેદ જાણ (૬) જ્ઞાનાન્તરમાં સત્ય-અસત્યને સદ્ભાવ હોવાથી જ્યાં સુધી અપ્રશસ્ત વસ્તુને પ્રશંસીને તેની ઈરછા કરે છે, ત્યાં સુધી તે કાંક્ષા મેહનીય અને (૭) તે પદાર્થમાં રહેલા સત્યને અપલાપ કરે ત્યારે મિથ્યાત્વ આમ બનતું હોવાથી સાધુઓને પણ એક ભવમાં હજાર પૃથફ આકર્ષે હેય છે. આ પ્રમાણે નિશ્ચય કરીને બુદ્ધિશાળીએ આગમમાં સ્થિરતાને ધારણ કરે છે.
પ્રશ્ન ૫૯ : જ્ઞાન ઉભય ભવિક છે. છતાં ચૌદ પૂર્વનું દેવપણામાં સંપૂર્ણપણે સ્મરણ ન હોવાથી શું ઈહભાવિકપણુ જ જાણવું?
ઉત્તર: દેવભવની અપેક્ષાએ સંપૂર્ણ સ્મરણને અભાવ છતાં પણ ફેર મનુષ્યભવમાં આવ્યા પછી તેતલિપુત્રની માફક સંપૂર્ણ સ્મરણ થાય જ, આથી પરભવિકપણું છતાં તેને ઉભય ભવિકપણાને અભાવ નથી.
પ્રશ્ન : સિદ્ધને અસંખ્યાતમે ભાગ દેશવિરતિને સ્પર્શે વિના ફક્ત શુદ્ધ સમ્યકત્વ અને ચારિત્રને સ્પર્શીને સિદ્ધ થયે. છે. એમ સિદ્ધાન્ત છે તે (૧) ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ દેશવિરતિસ્વરૂપ શ્રાવક–પ્રતિમાના અનુષ્ઠાનપૂર્વક જ અને લૌકિક આશ્રમના ક્રમના અનુવાદથી દુષમકાળને આલંબીને સર્વવિરતિને સ્વીકાર એગ્ય છે. એમ કહ્યું છે તે અને (૨) ઉપદેશમાલા જેનું બીજું નામ પુષ્પમાલા છે. તેમાં અને બીજે સ્થળે સેણીષ (ટલી) રૂપ છ મહિનાની શૈક્ષતા કહેલી છે, તે કેવી રીતે ઘટે?