________________
પુસ્તક ૪ થું
૨૩
ઉત્તર : શ્રાવકના પુત્ર, પૌત્ર વગેરેને જેમ આઠ વર્ષની પહેલાં પણ નિસર્ગથી (વભાવથી) સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ થાય છે, તે પણ તેવા પ્રકારના જેન સિવાયના કુલવાળાને આશ્રીને આઠમા વર્ષના આરંભમાં કહેવાય છે. તેમ અર્ધી પણ એટલે જૈન સિવાયના કુલવાળાને તેવા પ્રકારના સંસારિક વ્યવહારમાં લેપાયેલા એવા પુરુષોને આશ્રીને તેવા પ્રકારનો ઉપદેશ આપીને દીક્ષામાં પ્રવર્તાવવું તે તેઓને (હરિભદ્રસૂરિજીને) અનુચિત નથી, એટલે યોગ્ય છે. અને એવી જ રીતે ધર્મબિંદુ આદિમાં કહેલ અસત્ય સવપ્નનું કહેવું નિકટ મરણાદિના ભયનું કહેવું) એ વગેરેને વિધિ પણ એવી રીતે જાણ. આઠ વર્ષની અંદરની ઉંમરવાળા માટે જેનો પરાભવ કરતા નથી. પરંતુ જેન ન હોય એવા પરાભવ કરે એ કથન હેતુવાળું છે. એમ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને માનનારા પંડિતે એ જાણવું.
પ્રશ્ન : જિનકલ્પી આદિને ગૃહસ્થપર્યાય ઓછામાં એ છે ૨૯ વર્ષને જણાવે છે, તેમાં શું હેતુ છે?
ઉત્તર : તેઓને ગણાદિના આલંબન વગર અને ઉપસર્ગના પ્રસંગમાં પણ અપવાદ રહિત સંયમનું પાલન કરવું, એ આચાર છે. તે આચાર, વિવિધ પ્રસંગમાં પસાર થયેલાઓને સંભવે છે, તે કારણથી ગૃહસ્થપણાના ઓગણત્રીસ વર્ષના પર્યાયમાં તેવાપણું અવશ્ય સંભવે છે.
પ્રશ્ન દર પંચ પરમેષ્ઠી નમસ્કાર જેને એવાને સામાયિક આપવામાં આવે છે. અને સામાયિક ચૌદ પૂર્વેને સંક્ષેપ છે, અને વળી તેની પહેલાં તેને સારભૂત નમસ્કાર છે તે કારણથી આ બેમાંથી એકનું ગ્રહણ કરવું ઉચિત છે?
ઉત્તર : (૧) મરણની અંતિમ અવસ્થાએ શ્રુત કેવલીઓને પણ નમસ્કારથી જ આરાધના છે તેમજ (૨) દુર્ગાનરૂપ વિપત્તિથી ઉદ્ધાર કરનાર હોવાથી સારપણું છે. (૩) તેની જ માફક ચૌદ પૂર્વનું અભિધેય સમ્યગુર્શન આદિ ત્રણ છે. અને હવે તે જ આ