________________
આગમ
ત
તમે ફરતું જોયું છે? તે હવે બેલે કે એ ચક્રને આરંભ કયાં છે અને એ ચક્ર ફરવા માંડયું તે સમયે એ ચકાં પહેલ વહેલું કયું બિંદુ ફરવા માંડયું હતું? તમે કહે કે આ પ્રશ્નને તમે શે જવાબ વાળશે? તમે આખી વસ્તુ દેખી છે, એ આખી વસ્તુને તમે ફરતી પણ દેખી છે, પરંતુ જે વસ્તુને તમે દેખે તે છતાં આરંભ અને અંત જ ન હોય તેને તમે આરંભ અને અંત કેવી રીતે કહી શકવાના હતા? આ ઉદાહરણ આપણા પ્રશ્નપર એક હિસે લાગુ પાડવાનું છે; અમુક તત્વને જાણ્યું હોય તેટલા માત્રથી તેને આદિવાળું કહી શકાતું નથી, એવું આથી સ્પષ્ટ થાય છે, આ વસ્તુને સમજવાને માટે જ અહીં આ ગોળનું ઉદાહરણ આપણે
જ્ઞાન સર્વજ્ઞ જ જોઈ શકે?
જેમ જીવ અનાદિ છે તે જ પ્રમાણે કેવળીને કેવળજ્ઞાન છે, તે પણ અનાદિ અને અનંત-યને દેખનારૂં છે, છતી વસ્તુ દેખવાનું કાર્ય સર્વજ્ઞમહારાજોનું જ છે. એટલે જીવનું આદિપણું નથી તે છતાં જે સર્વજ્ઞ જીવનું આદિપણું જુએ-જોઈ શકે તે જ તે સર્વજ્ઞા છે અને જીવનું આદિપણું ન દેખે તે તે અલ્પણ છે એમ કહી શકવાને અવકાશજ સંભવ નથી.
જેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેઓ પોતાના એ કેવળજ્ઞાનને પ્રતાપે સર્વકાળને પણ જાણે છે અને એ કાળને પણ આદિવ નથી, તેથીજ તેને અનાદિ કહી શકાય છે, તે જ પ્રમાણે જીવનું આદિત્ય ન હેવાથી જીવને સંપૂર્ણ જાણ્યા છતાં તેનું અનાદિપણું જ જાણવાનું છે અને તે જીવનું અનાદિપણું જાણી લઈને જ જીવને અનાદિ અને અનંત કહેવામાં આવ્યું છે, એટલે એ કથનમાં અથવા તે એ કથનકારમાં અજ્ઞાન છે કે જ્ઞાનની ન્યૂનતા છે, એવું કઈ પણ પ્રકારે સિદ્ધ થતું નથી !
આગમ મુમુક્ષુઓ માટે ભાવચક્ષુ છે.