________________
આગમ ચેત
શ્રી અરિહંત મહારાજના શાસનનું તત્વજ્ઞાન છે. બાકી જે જે વચને છે તે બધા આ તત્વજ્ઞાનને વિસ્તાર છે. આ વાત ખ્યાલમાં રાખીને આ પ્રમાણે સાધ્યની મુખ્યતાવાળી પ્રરૂપણા હેવાથી જે કેટલાક ભદ્રિક મનુષ્ય ચાર નિક્ષેપાની પ્રરૂપણ તથા સાત ભાંગાની પ્રરૂપણ સાંભળી આદરવા અને છાંડવામાં કયો આદર? ને કયા છાંડે? વગેરેની મુંઝવણમાં પડતા હોય તે પણ તેઓને મુંઝવણ ન પડે અને ભાવનિક્ષેપાની તાત્વિકતા સમજવા સાથે આત્માના અસ્તિત્વ આદિમાં જ તેનું પર્યાવસાન આવે, તેથી આશ્રવના ત્યાગ અને સંવરના ગ્રહણ તરફ જ તેને છેડે આવે, જેમ એક છોકરે પિતાની માતાને પિતાની અપેક્ષાએ માતા સમજે છે. તેવી જ રીતે પિતાના પિતાની અપેક્ષા વધૂપણું, પિતૃવ્યાની અપેક્ષાએ ભેજાઈપણું, માતુલની અપેક્ષાએ બહેનપણું, માતામહની અપેક્ષાએ પુત્રીપણું વગેરે અનેક સંબંધ જાણે છે, સમજે છે, અને માને છે. છતાં પર્યવસા ન તે પિતાની અપેક્ષાએ જે માતાપણાને સંબંધ છે, તેને જ વચન અને વર્તનમાં લે છે. તેવી રીતે અહિં પણ આત્મા અસ્તિત્વ અને આશ્રવ સંવરના હેય ઉપાદેયપણામાં જ પર્યવસાન લાવવાનું હેય છે. નિક્ષેપ અને સત્વઆદિ ભાંગાની પ્રરૂપણાથી શ્રોતાઓ ગુચવાય અને હેયે પાદેયને વિભાગ ન કરી શકે એવું ન થાય માટે આટલે ખુલાસે ભાવનિક્ષેપ અને સ્થાતિનામના પહેલાં ભાંગાને અંગે કર્યો છે.
આવીજ રીતે જે કે વર્તમાનમાં મુખ્યતાએ નવિભાગે પ્રરૂપણા કરવાની નથી, છતાં જયારે પણ નથી અનેક પ્રકારની પ્રરૂપણા થતી હતી, ત્યારે પણ પર્યાવસાનમાં ફલિતાર્થ જણાવવામાં આવતેજ હતે. અને તેથી જ શાસકારે જણાવે છે કે –
सवेसिपि णयाणं बहुविहवत्त वयं णिसामित्ता । तं सवणयविसुद्धं जं चरणगुणदिओ साहू ॥ १ ॥