________________
પુસ્તક ૩ જુ ચરખું જ જ્ઞાન થાય છે, પરંતુ તે છતાં ત્રણે જણ જે વસ્તુ પર એ શબ્દ બેલે છે તેમાં આસમાન-જમીનનું અંતર છે. કેળીનાળીને છોકરો કાચને પહેલ પાડેલો ટુકડે હોય તેને જ હીરે કહી દેશે. એ બિચારાને હીરે કે હોય છે? તે કયાંથી આવે છે? તેને કેવી રીતે પારખી શકાય છે? તેનું તેજ કેવું છે? તેનું મૂલ્ય શું છે?વગેરે બાબતેનું જરા પણ જ્ઞાન હોતું જ નથી ! તે જ પ્રમાણેની સ્થિતિ -ઝવેરીના બાળકની પણ સમજી લેવાની છે. ઝવેરીને બાળક કાચને -હીરે નથી કહેતે, પરંતુ સાચા હીરાને જ હીરે કહે છે, એનું શું કારણ? તે વિચારો. હીરાને ઝવેરીજ ઓળખી શકે :
ઝવેરીને બાળક પિતાના ભાગ્યના યોગથી સારા ઉંચા ખાનદાન કુળમાં જન્મેલો છે, તેથી જ તે દેખાદેખીના ચગે કાચના કટકાને હીરોના કહી દેતાં ખરી વસ્તુને-ખ હીરાને હીરે કહે છે, પરંતુ હીરાનું તેલ, માપ ઈત્યાદિ તે તે પણ કાંઈ જાણતું જ નથી. માત્ર એક ઝવેરી જ એવે છે કે જે હીરાને જોઈને તેને પારખીને તેના સ્વરૂપ, તેલ માપ, જાત આદિને જાણીને હીરાને હીરે કહે છે. કોળીનાળીનું, -ઝવેરીના બાળકનું અને ઝવેરીનું ઉદાહરણ બરાબર અહિ લાગુ પાડવાનું છે. કેળીનાની જેમ કાચ એ હીરે ન હોવા છતાં કાચને જ નહીરે કહી દે છે, તે જ પ્રમાણે નાસ્તિકે પંચમહાભૂતથી નવી થતી
ચેતના માનીને તેને જીવ કહી દે છે. ખરી રીતે જોઈએ તે પાંચમહા-ભૂતથી થતી ચેતના એ જીવ નથી. પાંચમહાભૂતથી જીવનામક ચેતનાવાળી ચીજ ઉપજતી નથી, છતાં કેળીકાછીયાઓ અજ્ઞાનતાથી કાચને હીરે કહી દે છે, તે જ પ્રમાણે નાસ્તિકે પણ એમ કહી દે છે કે પંચભૂતના સાગથી ચેતના ઉત્પન્ન થાય છે અને એ ચેતના તે જ જીવ છે. -બધા શું કહે છે?
એથી આગળ વધીએ અને નાસ્તિકને છોડી દઈને પછી સાંખ્યા, મીમાંસક, વૈશેષિકે, શે વિષ્ણુ, માસ્તે, બૌદ્ધો અને બીજા