________________
આગમ ન્યાત
છે અને હીરે કહીને જેની પાછળ તેણે મહેનત ઉઠાવી છે, તે તે સઘળું નકામું જ ગયું છે, એજ દશા અહીં નાસ્તિકની થાય છે. હવે બીજા આસ્તિક અને સમકિતદષ્ટિ બે બાકી રહે છે. તે બંનેની વચ્ચે શો તફાવત છે? તે જોઈએ. સમકિતદષ્ટિવાળા પણ જીવ માને છે અને સમકિતદષ્ટિ વિનાના પણ જીવ માને છે, તે પછી એકનું સ્થાન આગળ અને બીજાનું પાછળ શા માટે? હીરાની કિંમત કેને હેય?
ઝવેરીને છોકરે કાચને હીરે નથી કહેતે, તે સાચા હીરાને જ હીરે કહે છે, પરંતુ પ્રસંગ આવે કેઈ બરફીને ચેલે લઈ આવે અથવા તે એકાદ સારું રમકડું લઈ આવે તે પેલે ઝવેરીને બાળક પણ ઝટ દઈને પેલે હીરે બરફીના ચેલાના બદલામાં આપી દઈને બરફીને ચેસલો લઈ લેશે! હવે વિચાર કરજે! આપણે એક સાધારણ ઉદાહરણ પરથી પણ ઘણું જાણી શકીએ છીએ, પરંતુ આપણી આંખોની સામેની પ્રત્યક્ષ વસ્તુઓ પણ આપણે જોવાની દરકારજ રાખતા નથી,એક હીરામાંથી તે લા બરફીના ચેલા આવી શકે એમ છે, પરંતુ તેટલું છતાં પેલે ઝવેરીને બાળક એકજ બરફીના ચેલા પેટે પેલે હીરે આપી દે છે. જ્યારે મોટા ઝવેરીનું વર્તન એથી જુદું જ હોય છે ! પૈસાને અભાવે કદાચ તે ભૂખે મરે, ટાઢ, તડકો વેઠે, લોકેના મહેણાં ટેણાં ખાય, પરંતુ જયાં સુધી એ હીરાની પુરેપુરી કિંમત ન આવે ત્યાં સુધી ઝવેરી એ હીરાને વેચવા કદી તૈયાર થવાને નથી જ! ઝવેરી જ હરે જાળવે, બીજે નહિ ?
હીરે પાસે હોવા છતાં ઝવેરી ભૂખનું દુઃખ વેઠે છે, તે વિચાર કરે કે શું એને ભૂખે મરવાનું ગમે છે કે? શું કુટુંબીઓને ભૂખમરે ટાળે એને ગમતું નથી ? ટાઢ તડકે વેઠ એને ગમે છે? શું છેલબટાઉ થઈને ફરવાનું ગમતું નથી ? તેને ય સઘળું ગમે છે, પરંતુ તેની પાસે જે હીરે છે, તે કેટલે મૂલ્યવાન છે? એ વાત તે સારી