________________
૫૬
આગમ
ત
શુભ ક્રિયા અને અશુભ પરિણામ - બીજું એક ઉદાહરણ છે. એક માણસ સામાયિક કરવા આવે છે, પરંતુ તેને એ વિચાર થાય કે સામાયિક કરવા આવે છે. પરંતુ શાકભાજીને મેડું થશે તે અહીં ક્રિયા સામાયિકની છે. પરંતુ પરિણામ શાકભાજીના છે. આ સ્થાન ઉપર વિચાર કરજો કે ક્રિયા કર્મને અંગે જરૂરી થશે કે પરિણામ કર્મને અંગે જરૂરી થશે? અહીં તમારે એ જ ઉત્તર આપવું પડશે કે પરિણામ થાય છે, તે જ ક્રિયાને અંગે જરૂરી છે. જ્યાં ક્રિયા અને પરિણામ સાથે શરૂ થાય છે અને પછી સગવશાત્ ક્રિયા પલટી જાય છે તે પણ કમને અંગે તે પરિણામે જ જરૂરી ગણાય છે. આ વસ્તુ વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે શ્રી પાર્શ્વનાથ અને કમઠને પ્રસંગ જેવો જરૂરી છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન અને કમઠઃ
કમઠ એક મોટે મિથ્યાષ્ટિ તપસ્વી હતું, તેના મિથ્યાતપની જગતમાં ભારે નામના થઈ હતી અને તપની સત્યાસત્યતા નહિ જાણનારા પામર માણસે કમઠ ઉગ્રતપ તપી રહ્યો હતું તે જોઈને તેને એક મેટે તાપસ માનવા લાગ્યા હતા. એ કમઠ એક સમયે કાશીએ ગયે અને ત્યાં જઈને પણ તેણે પિતાની ચારે બાજુએ પ્રચંડ પંચાગિન ધૂણી ધખાવી જબરી તપસ્યા આરંભી. કમઠની આ ઉગ્રતપસ્યા સાંભળીને સઘળા લકે તેના તપથી મુગ્ધ બની, ગયા અને તેને જોવા માટે આવવા લાગ્યા. પાકુમાર પણ આ તાપસને જોવા માટે આવ્યા હતા. તેણે પેલા તાપસને કહ્યું, “અરે તાપસ ! તારૂં આ તપ મિથ્યા છે અને તેમાં કેટલાય જીની હાનિ થાય છે. જે લાકડાં તું સળગાવી રહ્યો છે, તેમાં એક પ્રચંડ નાગ મા જાય છે. પાશ્વકુમારે એ બાળવાનાં લાકડાં ચીરાવી નાંખ્યાં, તે તેની બખેલમાંથી ભયંકર સર્પ નીકળ્યો અને કમઠની પિલ ખુલી ગઈ. ભગવાન પાર્શ્વનાથ ઉપર કમઠને આ રીતે પૂર્વભવનું વેર તાજું થયું.