________________
પુસ્તક ૩ જું
૫૫
વધુ સમજવાને માટે એક સ્પષ્ટ ઉદાહરણ લઈએ. ધારો કે -એક વ્યક્તિ ઉપાશ્રયે જવા માટે અને ત્યાં જઈ સામાયિક કરવા
માટે ઘેરથી નીકળે છે. આ માણસના પરિણામ અને ક્રિયા એ બને -સામાયિકના છે, એમાં તે સંશય જ નથી, પરંતુ માર્ગમાં જતાં પ્રમાદથી તેના પગ નીચે કઈ જીવ આવે છે અને તે મરી જાય છે. અહીં આરંભમાં ક્રિયા અને પરિણામ (ભાવ) એ બંને સામાયિકનાજ હતા, પરંતુ એવામાં પગ નીચે આકસ્મિક એક જીવ -આવે છે અને તે માર્યો જાય છે. જીવ પગ નીચે મરી જાય છે. એ ક્રિયા સામાયિકથી ઉલટી જ થાય છે! ક્રિયા કે ઉલટી થાય છે, પરંતુ પેલી વ્યક્તિના પરિણામ-તેને ભાવ તે સામાયિકને જ છે! તો આ પ્રસંગે સામયિકની ભાવનાને લાભ થાય તે વધારે છે? કે પેલે જીવ અકસ્માત પગ નીચે આવીને મરી ગયે, તેની વિરાધના થઇ અને તેથી જે ગેરલાભ થાય તે વધારે છે?
જો તમે એમ કહેશે કે ક્રિયા એ પરિણામ કરતાં વધારે છે -અને તે દષ્ટિએ સામાયિકના પુણ્ય કરતાં કીડી મરી ગયાનું પાપ જ વધારે છે, તે એને અર્થ તે એજ થવાને કે તમારે સામાયિક માટે ઉપાશ્રયે પણ જવુંજ નહિ, અને તે જ ન્યાયે સાધુ મહારાજાઓની પધરામણી થાય તે તે એના સામૈયામાં, સંઘ પધારતે હેય તે તેના સત્કાર ધાર્મિક વડામાં અને જિનબિંબ પૂજા માટે દહેર પણ જવુંજ નહિ, કારણ કે એ પ્રત્યેક સમયે પગ નીચે કાચું પાણી, જીવતી વનસ્પતિ, જી વિગેરે આવે છે અને તેમની વિરાધના જ થાય છે!! ક્રિયાનું કથંચિત્ પલટવું થાય છે, તેટલામાં જે બંધ માનીએ તો ઉપર પ્રમાણેની સ્થિતિ થવા પામે છે. ક્રિયા એની એ શુભ પ્રકારની રહે અને પરિણામ શુભ રહે તે તે લાભ જ મળે -અને ક્રિયા પલટે પણ પરિણામ ન પલટે તે તેથી પણ લાભની જ પ્રાપ્તિ થાય છે, હવે ક્રિયા બરાબર રહે, ક્રિયામાં પલટો ન થાય પરંતુ પરિણામ પલટી જાય તે શું સ્થિતિ આવે? તે વિચારીએ.