________________
આગમ જ્યોત
શરીરાદિ એ બધા પુદગલની દષ્ટિએ જ છે. જે આહાર અને શરીરાદિ બધા પુદગલની દષ્ટિએ જ છે, તે પછી શરીર અને પુદગલમાં જ રમનારે તે આત્મા, તે આત્મા નહિ પણ સ્પષ્ટ રીતે ભાવાભિની જ છે. આ સઘળામાં આપણે જીવનું સ્વરૂપ કઈ જગો પર તપાસ્યું છે? તેને વિચાર કરો. વિચાર કરતાં માલમ પડી જશે કે આપણે જીવનું સ્વરૂપ તે તપાસ્યું જ નથી. માત્ર મુદ્દગલની દષ્ટિએજ સઘળું જોયું છે. અને આત્માની ખરી ફરજ તે જીવનું સ્વરૂપ તપાસવાની છે, માટે જ શાસકાર મહારાજાએ કહે છે કે પહેલા જીવનું સ્વરૂપ સમજે, પરંતુ એ જીવનું સ્વરૂપ સમજવું શી રીતે? એ જીવનું વરૂપ સમજય, તે જ માટે શાસ્ત્રકારોએ ત્રણ વસ્તુ ગળથુથીમાં જ આપવા કહ્યું છે. આ જીવ અનાદિને છે, ભવ અનાદિને છે. અને કર્મસાગ પણ અનાદિને છે, એ ત્રણ વસ્તુ જે તમે તમારા બાળકોમાં તેમજ તમારા પિતાનામાં પણ કરાવી શકશે તે તમે તમારે માનવજન્મ સફળ બનાવી શકશે.