________________
પુસ્તક ૩ જું
પર એ દષ્ટિ પણ ત્યાં નથી. વળી બીજી બાજુએ કમઠનું લૌકિકદષ્ટિએ પ્રવર્તન હેવાથી તે ધર્મમાર્ગમાં પણ આવ્યું નથી. કમઠની બુદ્ધિ કેવી છે? તે વિચારજે. કમઠની બુદ્ધિ તે ભગવાન શ્રી પાર્શ્વનાથજીને કષ્ટ આપવાની છે અને પિતાના તે આશયને પાર પાડવાને માટે ભગવાનના નાક સુધી પાણી આવી જાય તેટલો વરસાદ તે કમઠ વરસાવે છે. આવી સ્થિતિમાં કમઠના પરિણામ અને ક્રિયા જોઈએ તે તે બંને ખરાબ છે, તેમાંથી એક પણ સારૂં નથી. ચેરમાં ચતુરાઈ હોય છે, જુલ્મીઓ અને દગાબાજોને મોહની જાળ પાથતાં આવડે છે, તેઓ વિવિધ પ્રકારના પ્રપંચે રચી શકે છે, એ સઘળાનું કારણ તેમના અજ્ઞાનાંતરાય કર્મ તુટયાં છે, તેથી આઠ કર્મ જુદાં માન્યાં છે. ક્રિયા અને કર્મ બંને અગ્ય છતાં સમ્યકત્વની પ્રાપ્તિઃ
કમઠની ક્રિયા અને ભાવ (પરિણામ) બંને અયોગ્ય છે, અરે! મહાપાપકારક છે. એના જેવા બીજા મહાભયાનક પાપ નથી, તે છતાં ભગવાન્ શ્રી પાર્શ્વનાથના વિનાશને ઈચ્છતો અને વિનાશની ક્રિયા કરતો જ્યાં તેમની પાસે આવે છે, ત્યાં તેમની શાંતિ દેખી તે શાંત થાય છે, અને સમ્યકત્વ પામે છે. હવે અહીં ખૂબ દયાન રાખીને આ પ્રશ્ન વિચારજે ! કમઠની જે ક્રિયા થાય છે, તે પણ ભગવાન શ્રી પાર્શ્વનાથજીને મારી નાખવાની છે. તેની ભાવના કે પરિણામ છે, તે પણ ભગવાનને પરિતાપ પમાડવાના છે, છતાં તે સમ્યકત્વ પામે છે! હવે અહીં તમને એવી શંકા થશે કે જેના ક્રિયા અને પરિફામ બને ખરાબ છે, અને તે પણ સાધારણ વાત માટે નથી, પરંતુ જેની સતત પ્રવૃત્તિ તીર્થકર ભગવાનના નાશની છે, તે પણ સમ્યકત્વ શી રીતે મેળવી શકે?
II
સમજવા જેવું !!! કષાયોની કારમી ભીંસમાં સપડાયેલ આત્માને છોડાવવાની
ફરજનું પાલન ધર્મની આરાધના રૂપે થાય છે !!