________________
આગમ જ્યોત
લખપતિ કહેવા તૈયાર છે, તે પછી તિજોરીને પ્રત્યક્ષ લાખ મળવા છતાં અને તેને લાખોને સંયોગ થયો હોવા છતાં શા માટે વ્યવહારથી તમે એ તિજોરીને લક્ષાધીશ કહેતા નથી? અને શા માટે લક્ષાધીશપણાના પ્રતિમૂલ્ય તરીકે તિજોરીની સ્થલ કિંમત ઉપરાંત તેની વધારે કિંમત આપતા નથી?
માલીકી હક કેવી રીતે મળે?
પ્રત્યક્ષ લાખના સોગથીજ લાખના પરિણામ થયા વિના વ્યવહાર લખપતિ કહેવા તૈયાર હોય તે તે તદ્દન સીધી વાત છે કે તમારે એ તિજોરીના પણ લાખોના મૂલ્ય આંકવા જ રહ્યા ! પરંતુ તેવું નથી બનતું, કારણ કે એ લાખ અને કરડે તિજોરીને મળ્યા છતાં એ લાખો અને કરોડોના સ્વામિત્વાધિકાર તિજોરીની પાસે નથી ! જે તિજોરી જડ હોવાથી તે માલિકીવાળી નથી, તે પછી આ જીવ માલિકીવાળો કેમ અને કેવી રીતે બન્યું છે? તે વિચારજો ! લક્ષાધિપતિપણું એ માલિકીને અંગે છે, અને જીવ માલીક હોવાથી એ લક્ષાધિપતિ કહેવાય છે, તે વિચાર કરે કે એ માલિકીહક જીવને કેણે મેળવી આપે છે? કરો અને લાખનો એ માલિકીહક જીવને તેને પૂર્વના શુભ પરિણામો મેળવી આપે છે. પહેલા ભવના શુભ પરિણામેજ પાછળના ભાગમાં લાખો અને કરેડને માલિકીહક અથવા તે સુખ મેળવી આપે છે. તે સિવાય બીજી કેઈપણ રીતે એ વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકતી નથી.
ફલનું કારણ કેણુ?
જે આત્મા પહેલા ભવને લાભાંતરાયવાળો છે, તે આત્મા બીજા ભવમાં કરડે કે લાખો પામી શકતું નથી. તમે એમ કહેશે કે એ શા ઉપરથી માનવામાં આવે કે આ ભવમાં જે કાંઈ મેળવ્યું છે તે પહેલાં ભવના શુભ પરિણામોને લીધે છે? તમારી શંકાને જવાબ તમેજ બહુ સહેલાઈથી મેળવી શકે એમ છે, ધારે કે