________________
પુસ્તક ૩ જું
બીજી કીડી ચુલામાં ગબડી પડી સેકાઈ જાય છે. એક માછલું દરિયામાં સ્વદે વિહરે છે અને બીજું ફાંસામાં કપાઈ જઈને ચુલે ચઢે છે. અરે જીવતા છાની વાતે જવાદે અને વનસ્પતિ તરફ જુએ તે ત્યાં પણ એના એ જ હાલ છે. કડવા લીંબડાને કાઈ છેડતું ય નથી પણ વેદે એના જ પાંદડાં-જીવતાં-લીલા પાંદડાં લઈને તે ચૂલે ચઢાવી બાફીને તેનો કવાથ કરે છે.
આમ આખી દુનિયામાં ચેતનાવાળી દરેક ચીજો છે પરંતુ તેમાં એક બીજાની વચ્ચે મહદંતર માલમ પડે છે એથી નિશ્ચય થાય છે કે એ સ્થિતિની આવી અસમાનતા આપનારૂં કાંઈ પણ કારણ હેવું જ જોઈએ અને એ કારણે તેજ “ર્મ” છે. જે કમ ન હોય તે આ અસમાનતા પણ ન હોઈ શકે પરંતુ અસમાનતા છે તેથી કર્મ છે, એવું માનવાને કારણ મળે છે.
અજબ અસમાનતાઃ
ચેતનવંતા પદાર્થોની આ દશા આપણે જોઈએ છીએ, તેની અસમાનતાને અનુભવીએ છીએ, પરંતુ એ અસમાનતા માત્ર ચેતનવંતા પદાર્થોમાં જ નથી, પરંતુ જગતના જડ પદાર્થોમાં પણ એવી જ અસમાનતા છે! પત્થર તે જડ છે, એક જ આરસના પત્થરને બે કકડા કરે છે તેમાંનાજ એક કકડાનું પગથીયું બને છે, કે જેના ઉપર સેંકડો માણસે પગ મૂકીને ચઢે ઉતરે છે, અને બીજા કટકાની પ્રતિમા બને છે, કે જેના ઉપર સેંકડો અને હજારો ફલે ચઢે છે અને જેને કરોડો માથા નમે છે! હવે વિચારવાની વાત એ છે, કે એક પત્થર ઉપર છત્ર ચામર ધરાય છે, તેના ઉપર સુગંધીવાળી વસ્તુઓ ચઢે છે અને બીજા પથરા પર પગ દેવાય છે અને તેની દુર્દશા થાય છે. આ સઘળું શાથી બને છે? પત્થર એ શું ગુન્હ કર્યો હતો કે જેથી એકના ઉપર પગ ધોવાય છે અને બીજાએ શું કર્યું હતું કે તેના ઉપર પુષ્પ ચઢે છે અને છત્ર તથા ચામર ઢળે છે !