________________
પુસ્તક ૩ જુ
વિષયે અચેતન ન હોય એ પણ કાંઈ નિયમજ નથી, જેમ વિષયો અચેતન જ હોય તે નિયમ નથી, તેજ પ્રમાણે વિષયના સાધને પણ અચેતન જ હોય એ નિયમ નથી. વિષય અને વિષયના સાધન જે અચેતન જ હોય છે, એ નિયમ નથી તે પછી એવું ઠરતું જ નથી કે એકલું પુગલજ આહાર બને છે. આહાર લેનાર પણ જીવ છે અને શરીર બનાવનારે પણ જીવ છે તે પછી આહાર એકલા પુદ્દગલ રૂપે જ છે એમ કેઈપણ રીતે કહી શકાતું જ નથી. અચિત્ત સચિત્ત અને મિશ્ર એવા ત્રણ પ્રકારના આહાર છે. ફળફૂલ ઈત્યાદિ વનસ્પતિના ભાગે છે. વનસ્પતિના એ ભાગે જે અચિત્ત થયા વગર જ આપણે આહારમાં લઈએ તે તે આહાર એ સચિત્ત આહાર કહેવાય છે. આ આહાર લે એ કોઈપણ પ્રકારે ઈચ્છવા ગ્ય નથી.
જીવભક્ષક પાપીજ છે.
જેની જીવતત્વમાં શ્રદ્ધા બંધાઈ છે, જે જીવ છે એમ જાણે છે, તેઓ તે સચિત્ત આહાર લેવાનું કેઈ પણ પ્રકારે ઈષ્ટ માનતા નથી. જીવતત્વમાં સાચી શ્રદ્ધા રાખવાવાળો તે સારી પેઠે સમજે છે કે કેઈપણ જીવને કરડી ખાવાને મને કાંઈ પણ હક નથી. કોઈપણ જીવને ગળી જવાને મને હક નથી અથવા તે કેઈપણ જીવને નાશ કરવાને મને હક નથી. જે એક માણસ બીજા જીવને કરડીને ખાઈ જાય, તેને ગળીને ખાઈ જાય અથવા તે જીવને નાશ કરીને તેને સ્વાહા કરી જાય અને તેને આપણે પાપી, નીચ કે અધમ ન માનીએ તો પછી અન્યાયથી, પાપથી કે બુરાકામથી જેઓ પિતાનું ધન વધારવાનીજ પ્રવૃત્તિ લઈ બેઠા છે તેને પણ આપણે તેમના પાપ કયે મેઢે બતાવી શકવાના હતા? એક માણસ જેમ ભુડા કાર્યોથી ધન મેળવે છે, દુરાચારોથી પૈસે પેદા કરે છે અને અપકૃત્યથી પિતાને વૈભવ વધારે છે, એ આત્મા જે પાપી છે, તેજ પ્રમાણે પારકા જીને વાત કરીને તે દ્વારા પિતાના