________________
૫૩
પુસ્તક ૧-લું થઈ જાય એમ નિયમ નથી પણ જ્યાં કાર્ય થાય ત્યાં જરૂર ઈચ્છારૂપ કારણ હોય છે.
જો કે આવી રીતે પણ તૈયાયિકાદિકોએ માનેલા ઈચ્છાને કારણ ભાવ પાપ, દુઃખ, અધર્મ, દુર્ગતિ આદિ કાર્યોની અપેક્ષાએ લાગુ પડી શકે તેમ નથી, પણ જેમાં ઉદયજન્ય સામગ્રીને પ્રભાવ ન પડતું હોય અથવા વધારે પ્રયત્નથી સાધન ઈચ્છાપૂર્વક મેળવવાં પડતાં હોય તેવા સુખ, શુભ, ધર્મ, સુગતિ આરિરૂપ કાર્યોનાં ઈચ્છા વિના સાધન ન મેળવાય અને તેથી ઈછા વિના ન બને, માટે ઈછા એ એવા કાર્યો માટે અને તેથી કર્યો માટે પણ ઈચ્છાને કારણ તરીકે ગણે.
તેવી રીતે દરેક કાર્ય સમવાયી આદિ કારણે સિવાય થતું નથી, અને તે સમવાયી એટલે ઉપાદાન કે નિમિત્તે એવું કારણ જાણવા સિવાય કોઈ પણ કાર્ય બની શકે નહિ. માટે કાર્યમાત્રને અંગે તે કાર્યના સમવાયી ઉપાદાન કારણની જરૂરીયાત દરેક કાર્યમાં હોય છે એમ માનવું જોઈએ અને તેઓ માને છે પણ ખરા. અને એ અપેક્ષાએ એટલે ઉપાદાન કારણના જ્ઞાનને કારણે માની તે દ્વારા ઉપાદાન જ્ઞાનવાળા સર્વને કારણરૂપ ગણી જે ભગવાનને પણ તેવું જ્ઞાન હોવાથી વિવિધ પરિણામે પરિણમતા ભુવન આદિરૂપ સૃષ્ટિના કર્તા તરીકે ભગવાન સર્વને લેવા હોય તો તેમાં અડચણ નથી. એ વાત ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ જણાવેલી કે
' सर्वभावेषु कर्तृत्व ज्ञातृत्व यदि संमत।। મત ન: સતિ સર્વજ્ઞા, મુ$ા: કાયમતોડ . ”
(શ્રી વીતરાગસ્તોત્ર પ્રકાશ, લેક ૮) અર્થાત ઉપાદાન કારણના જ્ઞાનરૂપ જ્ઞાનની અપેક્ષાએ જે કર્તા પણું લેવું હોય તો એમાં અમને અડચણ નથી. કારણ કે મુક્ત અને કાયાને ધારણ કરનાર બંને જાતના સર્વ જૈન શાસનમાં મનાયેલા છે.
આવી રીતે વિવિધ પ્રકારના સુષ્ટિવાદને અંગે વિવિધ વક્તવ્ય. તાઓ છતાં પ્રસ્તુત અધિકારમાં તે સજન ક્રિયાને જ સૃષ્ટિ માની લઈને ચાલીએ છીએ, તેથી સાફ સાફ કહી શકીએ છીએ કે સૃષ્ટિ કર્યા સિવાય બનતી જ નથી.