________________
૧૦
આગમત
વળી ઊંડું વિચારીએ તે આ જીવ ભટકતો નહીં પણ રખડતી પ્રજા જેવું છે. ભટકતી ને રખડતીમાં ફરક શું ? ફરક એ કે ભટકતી પ્રજા ટોપલે ઘર રાખી શકતી હતી; ઘરમાં જે માલ મિલકત હોય તે ટેપલામાં ઘાલીને જાય. અત્યારે જેમ લુવારીયા સ્થાનાંતરે કર્યા કરે છે, તેને સ્થાન જ છોડવાનું હોય પણ મીલ્કત છોડવાની ન હોય. પરંતુ રખડતી પ્રજા તે કે જેને સ્થાન ન હોય, તેમ જ પાસે કંઈ મિલકત પણ ન હોય, સાવ કંગાળ દશામાં અનાથ રૂપે રખડે તે રખડતી પ્રજા. તે રીતે આ જીવ ચાહે જેઓ વિપુલ વૈભવના સ્વામી ગણાતા હોય પણ તેઓ આખરે સંસારમાં રખડવાવાળા; એટલે કે તે બધા રખડતી પ્રજા જેવા છે. સ્થાન ને માલમત્તા પણ છોડવી જ પડે. લુવારીયાને તે સ્થાન છોડવું છે, આને તે સ્થાનની સાથે માલમત્તા છોડીને બીજે જવાનું.
નવા ભવમાં માલમત્તા-સ્થાન બધું નવું ભેગું કરે. માખ મધપુડો બનાવે, વાઘરી ધુમાડો કરીને માને સ્થાનાંતર કરાવે ને તેને માલ પણ લૂંટી લે. પેલી માખીઓ તે બી જાની લૂટે લૂંટાઈ. બીજાએ કરેલ સ્થાનનાં નાશનાં અંગે સ્થાનાંતર કરાઈ ત્યારે આ તે પિતે એવું કરે છે એટલે મુદતી સ્થાન લે છે અમુક મુદત નક્કી કરી લે છે પ્રથમથી જ. દરેક ભવમાં ઉપજે ત્યાં આયુષ્ય પહેલા ભવથી નકકી કરે. પહેલા ભાવથી આયુષ્ય નક્કી કર્યા વગર નીકળતું નથી, પણ નક્કી કરીને વે, ઉપજે છે.
માટે શાસ્ત્રમાં કહ્યું કે નારકમાં કેણ ઉપજે? દેવમાં કણ ઉપજે ? મનુષ્યમાં કેણ ઉપજે ? તીર્થંચમાં કોણ ઉપજે? તે જે નારકી હોય તે જ નરકમાં ઉપજે છે, જે દેવતાનાં આયુષ્યવાળ હોય તે જ દેવમાં ઉપજે છે; જે મનુષ્યનાં આયુષ્યવાળો હોય તે મનુષ્યમાં ઉપજે છે, જે તિર્યંચનાં આયુષ્યવાળે હેય તે તીર્થંચમાં ઉપજે છે.
જે નારકીનાં આયુષ્યવાળો નથી તે કઈ દહાડો નારકીમાં, દેવનાં આયુષ્યવાળો નથી તે કઈ દહાડે દેવમાં, મનુષ્યનાં આયુષ્યવળે નથી તે કોઈ દહાડે મનુષ્યમાં, ને તિયચનાં આયુષ્યવાળે નથી તે કઈ દહાડે તિર્યંચમાં ઉપજે નહિ. જે જે ઉપજે છે તે