________________
૧૭
એટલે કહે કે- ઈશ્વરને ગમ્યું તે ખરૂ! આવી માન્યતા જેનની હોય? બીજાઓ કહે છે કે- અમે પરમેશ્વરને માનીએ છીએ અને
નો પરમેશ્વરને નથી માનતા! એમ? જે જેનો પરમેશ્વરને ન માનતા હતા તે આ બધા તીર્થો કેમ? જેનોએ પરમેશ્વરને શા માટે માન્યા? જેનામાં અને જૈનેતરમાં પરમેશ્વરને માનવામાં ફરક કેટલે? અન્નેની માન્યતામાં ફરક માત્ર “ત” અને “ન” ને છે. જેને ઇશ્વરને બનાવનાર તરીકે માને છે, જ્યારે જૈનો પરમેશ્વરને બતાવનાર તરીકે માને છે. બતાવનાર કેવી રીતે? તે કેપુષ-પાપનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ તેમજ મેક્ષનું સ્વરૂપ બતાવ્યું. જેમ સૂર્ય ઉદય થયા, અજવાળું થયું અને વસ્તુ દેખાણી. પરમેશ્વર ફક્ત માર્ગદર્શક :
કહેવાનું તત્વ એ છે કે- રીખવદેવ ભગવાન થયા પછી જ હિંસા-જુઠ-ચારી વિગેરેમાં પાપ થતું, તે પહેલાં નહતું, એમ નહિં ! એવી જ રીતે ભગવાન શ્રી તીર્થંકરદેવ થયા પછી જ દયા--સત્ય-નીતિમાં ધર્મ થવા માંડ્યો, એમ નહિ, પરમેશ્વરે આપણને બતાવ્યું પણ તેમણે બનાવ્યું નથી. એમના પછીજ ઉત્પન્ન થયું, એમ નહિ! જૈન ઈશ્વરને બતાવનાર તરીકે માને છે, જ્યારે આજન ઈશ્વરને બનાવનાર તરીકે માને છે. જીવની જવાબદારી છે, કર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે, અને ભેળવવામાં પણ જીવ સ્વતંત્ર છે. મુનિમ ગોટાળો કરે તે તેને સેપેલ સત્તા પુરતી જવાબદારી ! બાકી તે જવાબદાર શેઠ જ ગણાય. ચાંલ્લાની જોખમદારી .
જેમ ચાલે કરવાથી જેનપણું આવી જતું નથી. અગર તે ચાંલ્લો ન હોય તે પણ જૈનપણું ચાલ્યું જતું નથી. ચાંલ્લાની જોખમદારી સમજી ચાંદલો કરે જોઈએ. જીવને જવાબદાર– જોખમદાર માને તે જૈન અને ન માને તે અજૈન. જીવની જવાબદારી નહિ માની શકે ત્યાં સુધી આવતા ભવને