________________
પુસ્તક ૩ જું
૩૫
લેવા જાય છે તેથી સાધ્વીને માનવું પડયું કે મેં કષિ હત્યા કરી છે. શ્રી સીમંધરસ્વામીએ ઋષિ હત્યા નથી કહી. જે અંત્ય અવસ્થા જેવું દેખે તેજ ખાવા આપવાનું. અહીં સુધારવા માંગીએ છીએ કે માટે છેલી અવસ્થાએ રજુ કરવું નહીં તે નિર્ધામણા કરાવનાર સાધુ રાખવા. ગોચરી મોકલવા અજ્ઞાનપણે અનિચ્છાએ વિરૂદ્ધ ઈચ્છાએ કરેલે પાપને ત્યાગ દુર્ગતિથી બચાવે છે. બળાત્કારે પણ કરેલું ધર્મનું કાર્ય સદ્દગતિ મેળવી આપે છે. તેથી વગર મને કરેલી દિક્ષા વિમાનિક આપે છે. અનન્ય મને કેમ કહ્યું? દીર્ઘકાળ પાપને પરિહાર ધર્મને સંચય તે વગર ઈચ્છાદિકને હોય તે સદ્દગતિ મેળવી આપે, પણ એક દિવસમાં જ પાપને પરિહાર અનન્ય મનવાળો હેય તેજ સદગતિ મેળવી આપે. દીક્ષા સિવાય બીજી બાજુ મન નહીં.
અહીં ગાથામાં મુખ્ય પક્ષે મેક્ષે ગૌણ પક્ષે વૈમાનિકપણું લેવું છે. મોક્ષ એવી ચીજ જરૂર છે કે અન્ય મનમાં મળે જ નહીં. ઉત્સર્ગ પક્ષમાં વિધાન કરવા માટે અનન્ય મન મૂકવું પડયું. બે ઘડી પણ પ્રવ્રજ્યાને પામ્યો છે તે મોક્ષ પામે અગર વિમાનિક જરૂર થાય. ભાવતવથી અન્તર્મુહૂર્તમાં મેક્ષ છે, પણ અપવાદ પદમાં સામાન્ય દેવતાપણું નથી લેવું, પણ વૈમાનિકપણું લેવું છે.
અનન્ય પદ મોક્ષ માટે અને એક દિવસ વૈમાનિક માટે છે. સંભાવના કરીએ કે મેક્ષ ન પામે તે વૈમાનિક જરૂર થાય. આથી એક દિવસની દીક્ષા અંદગીના પાપના પિટલાને પલાયન કરાવી દે તે ચક્રવર્તી ચક્રવર્તીપણું છેડી દિક્ષા લે તે પાપના પિટલાને પલાયન કરાવે તેમાં નવાઈ શું? ચક્રવર્તી કહેવાય નરકને દૂત, પણ તે પણ જ્યાં નિખાલસ થયે. પુદગલને દુખમય અનિત્ય માનવા લાગ્યું. તે વખત ધર્મવૃક્ષ આત્મામાં ઉભું થયું. ધર્મ એ આત્મસાક્ષી. બીજે ધમ કહે તેથી આપણે ધમ બની જતા નથી. પણ બીજે ધર્મિષ્ઠ કહે તે આંખે તે નીચી જાય. અને પુરેપુરે ધર્મ કરતા હોઈએ ને બીજો અધમ કહે તે પણ આંખે લાલ થઈ જાય છે. ઈષ્ટ લાગેલી વસ્તુના જુઠા શબ્દ ઈષ્ટ લાગે છે.