________________
પુસ્તક 8 જુ
૨૩
આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે શ્રી-જિનેશ્વર મહારાજના ગુણ અનુકરણ કરવા લાયક છે ને તેઓ જ સકલવિદ્યાની આદિના મૂળભૂત છે. તે તેઓને નમસ્કાર કર્યા વિના કેઈ શ્રેયસ્કર ઈષ્ટની સિદ્ધિ થઈ શકતી નથી. આજ કારણને ઉદ્દેશીને જૈનાચાર્યો કોઈ પણ વ્યાકરણ, છંદ, કાવ્ય, ન્યાય કે ધર્મશાસ્ત્રના ગ્રંથમાં શ્રીજિનેશ્વર મહારાજને નમસ્કાર કરીને મંગલાચરણ કરે છે. ઉપર જણાવેલા મુદ્દાથી જણાશે કે કેટલીક જગો પર દેવ અને ગુરુ બન્નેને પણ નમસ્કાર કરવામાં આવે છે, તે પણ ઈષ્ટ અને અધિકૃત દેવતારૂપે ધારીને છે.
આદિ-અધ્ય અને અંતિમ મંગલાચરણના ફલ :
ઉપર જે મંગલાચરણ કરવાની જરૂર બતાવી છે, તેને માટે વિચાર કરીએ તે શાસ્ત્રકારો સમાપ્તિ, વિદનવંસ, વિદનપ્રાગભાવ શિષ્ટાચારપરિપાલન અને કૃતજ્ઞતા આદિ જુદા જુદા ઉદ્દેશથી કરે છે. ને એક મંગલથી બધાં ફળ મળે છે તેમાં આશ્ચર્ય પામવા -જેવું નથી, કેમકે કેટલીક ક્રિયાઓ ચારિત્ર અગર તપની માફક એવી શક્તિવાળી હોય છે કે જેથી અનેક ફલની પ્રાપ્તિ પણ થઈ શકે. આ ઉપર જણાવેલા ફલે પણ અમુક હદ સુધીનાજ સમજવા કે જેથી ગ્રંથની આદિ-મધ્ય અને અંતમાં કરાતા મંગલેના જુદા જુદા ફની પ્રાપ્તિ માટે કોઈ જાતની શંકા ઉદ્દભવવાને વખત આવશે નહિ.
તેથી જ શાસ્ત્રકાર આદિ મંગલનું વિઘવંસપૂર્વક સમાપ્તિ, મધ્ય મંગલનું ગ્રંથાર્થર્ય અને અંતિમ મંગલનું શિષ્ય પરંપરા -હારાએ શાસ્ત્રીને અવિચ્છેદરૂપી ફલ માને છે. આદિમાં શ્રોતાને પરમ પુરુષના ગુણ સાંભળવાથી થએલે આહ્લાદ વિધ્રને નાશ કરીને સમાપ્તિ કરાવનાર, મધ્યમાં શારહસ્યના જ્ઞાનથી થએલે આહલાદ તેના પ્રણેતાના તીવ્ર બહુમાનને અને તેના વચનની પરિવર્તના કરવામાં પરિણામની દૃઢતા અને અંત્યમાં શાસ્ત્રાર્થ સમાપ્તિને લીધે દેવગુરુના બહુમાનથી અંતઃકરણમાં થએલો અપૂર્વ આહલાદ તેઓની