________________
પુસ્તક ૨-જુ
૪૯ આ સંસારમાં જેમ આ જીવ અનાદિથી રખડતે રખડતે મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, જાતિ, સંપૂર્ણ પંચેન્દ્રિયપણું, લાંબુ આયુષ્ય, દેવ ગુરૂ ધર્મની જોગવાઈ આ બધું એક એકથી મુશ્કેલીથી મળે છે.
આર્યક્ષેત્ર વગેરે બધી ચીજે દશ દ્રષ્ટતે દુર્લભ છે. જેમ દશે દ્રષ્ટાંતમાં પ્રયત્નને એટલે બધે અવકાશ નથી એટલે ભાવિને અવકાશ છે. ભેજનના દ્રષ્ટાંતમાં આખા જગતમાં ભમીને ચક્રવતીના ઘરે આવવું તે ઉદ્યમથી સાધ્ય નથી, પણ દેવતાની સહાય હાય તે જ બને, તેમ પાસકને અંગે દેવતાએ દીધેલા પાસાવાળાની જીત મેળવવી તે પ્રયત્નથી થાય ખરી? ચાણક્યને દેવતાએ પાસા વરદાનમાં આપ્યા તેથી તું હારીશ નહિ. જુગારખાનુ ખેલ્યુ, પિતે ધનથી ભરેલી થાળી મુકી અને સામાને રૂપિયો મુકવાને કહ્યો. આ દાવ ખેલવામાં કંઈ પાછો રહે ? દેવતાએ દીધેલા પાસા તેમાં કોઈની પાસે સીધે પડે નહિ. તે સીધે પડે કેટલે મુશ્કેલ! તે ભવિતવ્યતા કે નસીબના આધારે, તે સિવાય ઉદ્યમ વગેરેને આધાર નહિ. દેવતા કરતાં ભાગ્ય ભવિતવ્યતા હોય તે છતાય. તે ભવિતવ્યતા કેવળ નસીબના આધારે. તેમાં ઉદ્યમ, વિચાર, ધારણા, બુદ્ધિને અવકાશ જ નથી. તેમ આ જીવને પણ મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ અતિ, સંપૂર્ણ પંચેન્દ્રિયપણું, દેવ-ગુરૂ-ધર્મની જોગવાઈ આ બધું બુદ્ધિ, વિચાર, ઉદ્યમને આધીન નથી. કેવળ નસીબને ભવિતવ્યતાને આધિન છે.
જેમ દશ દ્રષ્ટાંતે ઉદ્યમ બુદ્ધિ ધારણાથી બહાર કેવળ નસીબ ભવિતવ્યતામાં આધાર રાખનારા. તેમ અહિ મનુષ્યપણું વગર પામ્યા છતાં પણ શુદ્ધ ઉપદેશકની જોગવાઈ મળવી તે નથી, વિચાર બુદ્ધિ ઉદ્યમને આધીન બધા શુભ ગુરુ ધારીને મેળવવા માંગે છે. પરંતુ શુભ ગુરુ કેને મળે? જેના ભાવિમાં નશીબમાં સારાપણું હોય તેને જ શુભ ગુરુની જોગવાઈ મળે. તેના માટે ઉદ્યમ ધર્મ કામ લાગે નહિ.
ઉદ્યમે ધારણાએ સારા ગુરુ મળતા નથી. ઉદ્યમે સારા ગુરુ કથા ગણીએ ? આપણા ધારેલાને સારા ગણાવીએ છીએ. સારા મળવા