________________
પુસ્તક ૨ જુ
એવાં વિશેષણે લગાડયાં છે. આ હકીકત સમજનારે સુજ્ઞ સહેજે કબુલ કરશે કે અપવાદ શિવાય તે મેક્ષનો રસ્તે સાધુપણું જે રહરણાદિના અંગીકાર અને પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ રૂપ છે તે જ છે.
આ સ્થલે એમ કહી શકાય કે અન્યલિંગ અને ગૃહિલિંગથી સિદ્ધ થવાની વાત અપવાદરૂપ અથવા અન્ય અપેક્ષાવાળી છે. અને અપવાદ તથા અન્યાપેક્ષાની પ્રરૂપણા મુખ્ય કાયદારૂપે ગણાય જ નહિ. સ્વલિંગની ઉપાદેયતાનું મહત્વ
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે પ્રાણાતિપાતઆદિની નિવૃત્તિ કે રજોહરણઆદિન અંગીકારરૂપ દ્રવ્યચારિત્ર શિવાય મોક્ષની પ્રાપ્તિ કથંચિત્ થઈ શકે. પણ પ્રાણાતિપાતઆદિની નિવૃત્તિરૂપ કે અરજોહરણઆદિ અંગીકારરૂપ દ્રવ્યચારિત્રની જરૂર નથી એવી રીતે દ્રવ્યત્યાગ કે દ્રવ્યચારિત્રની અનાવશ્યકતા ગણનારો તે કોઈપણ ભવે કે કોઈપણ કાલે મોક્ષે ગયે નથી, જતું નથી અને જાય પણ નહિ. માટે પણ દ્રવ્યત્યાગ ગ્રહણ દ્વારા નહિ તે ઉપાદેયતાની બુદ્ધિદ્વારા દ્રવ્યત્યાગ મેક્ષનું કારણ બને છે. અર્થાત્ દ્રવ્યત્યાગની એટલે સ્વલિંગની ઉપેક્ષા બુદ્ધિવાળે ગૃહિલિંગ કે અન્યલિંગ કેવલ કે મેક્ષ મેળવી શકતું જ નથી. તે પછી રજોહરણાદિના સ્વીકાર રૂપ કે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ દ્રવ્યલિંગને જેઓ અનાવશ્યક ગણતા હોય અથવા હેય ગણતા હોય તેવાઓને કેવલ કે મોક્ષ થવા તે દૂર રહ્યા, પણ સમ્યફવિ પણ હેવાને સંભવ નથી. તેવા દ્રવ્યલિંગને અનાદર કરનાર અને અનાવશ્યકતા જણાવનાર ભાવસમ્યક્ત્વ વગરના ગણાય એટલું જ નહિ પણ દ્રવ્યસમ્યકત્વ પણ તેઓને હેય જ નહિં, એમ નક્કી સમજાય તેમ છે.
વળી એ વાત પણ બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે કે કેવલીપણું છતાં જે ભવસ્થદશામાં અંતમુહૂર્તથી વધારે વખત રહેવાનું હોય છે, તે કેવલીમહારાજ પણ દ્રવ્યલિંગ એટલે હિંસાદિના ત્યાગને જરૂર અંગીકાર કરે છે. અર્થાત આકસ્મિક સંગે દ્રવ્યલિંગ વિના