________________
૧૨
આગમ ચેત
આપણે નિશ્ચિત કરી શકીએ છીએ કે ધર્મ આર્ય પ્રજાથી અજાણ હોય જ નહિ. જૈનની માન્યતા કેવી હોય?
આર્ય પ્રજામાં ધર્મની વ્યાપકતા અને તેની સાથે ભવાંતર માટે પણ તેની કેટલી કિંમત છે? એવી માન્યતા રૂઢ થયેલી હોય છે. મનુષ્યપણું-દેવપણું મળવું તે કોને આધીન છે? આ જ વસ્તુને જૈન-જૈનેતર વર્ગમાં પણ ભેદ છે. જીવની જવાબદારી-ખમદારી માનનારો હેય તે જૈન, જીવની ગુલામી માનનારે, જીવને ઢોર જે માનનારે હેય તે અન. આ સાંભળીને “મહારાજ જેનોને વખાણે છે અને જેનોને ઉતારી પાડે છે” એવું માનશો નહિ, શબ્દ સાંભળીને ચમકશે નહિ.
જૈનની માન્યતા એ છે કે– પિતે કરેલાં કર્મોને તેિજ ભેગવવા પડે છે. અનીની માન્યતા એ હેય છે કે– પોતે કરેલાં કર્મોને ભેગવવાની સત્તા પિતાને નહિ, પરમેશ્વર ભેગવાવે. સુખ અને દુ:ખ દેવાને સ્વભાવ કર્મને જ હોય છે. સાકર ખાધી તે મીઠાશ કેઈ બીજાએ આપી? મરચાં ખાધાં તે તીખાશ કે બળતરા બીજા કેઈ કરી દે? જેમ સાકરનો સ્વભાવ મીઠાશ આપવાનું છે, મરચાને સ્વભાવ બળતરા કરવાને છે, તેવી જ રીતે કર્મયુગલને સ્વભાવ સુખ અગર દુખ કરવાનું છે, એવું માનવાને અડચણ શું? હે પાણીમાં પડે અને શરદી ભગવાને કરી? પરમેશ્વરે પીડા કરી અને ઑકટરે પીડા હણી? તાવ કેણ લાવ્યું? ઝાડા કોણે કરાવ્યાં? માથુ કેણે દુખાવું? દવા લાગુ કયારે પડે?
આ જગો પર જૈનને અંગે કહે છે કે– કમેથી જે માથું દુખાયું હોય તે દવાથી શમ્યું કેમ? કર્મ કરતાં વેદ્ય બલવાન? ના! ના! તેમ નથી કર્મની પણ અમુક હદ હોય છે અને તેને અંત થાય તેજ વખતે દવા લાગુ પડે છે. ડકટર તમારા દેત હોય અને