________________
E | ધર્મ એટલે શું? | E
( ૧ )
(પૂ આગમહારક, બહુશ્રત, ગીતાર્થ ધુરંધર, ધ્યાનસ્થ સ્વગત આચાર્ય દેવશ્રીએ ગેડીઝના ચાતુર્માસમાં તા. ૨૫-૬-૪૪ રવિવારે જાહેર વ્યાખ્યાનમાં ધમના માર્મિક સ્વરૂપની ખૂબ સરસ છણાવટ કરેલ.
જેની હસ્તલિખિત નકલ શાસન પ્રભાવક પૂર આ૦ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ પાસેથી આવેલ વ્યાખ્યાન સંગ્રહના છૂટક અનેક વ્યાખ્યાનની નેંધ ભેગી મળી આવી, તે વ્યવસ્થિત કરી અહીં રજૂ કરી છે. હું ). શ્રોતાઓ શું સાંભળવાને ઇચ્છે છે?
શાસકાર મહારાજા આ. શ્રી હરિભદ્રસુરિજી મહારાજા ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા છે કે આ સંસારમાં આર્ય પ્રજા માત્ર ધર્મની ઈચ્છાવાળી છે. આર્ય પ્રજામાં ધર્મ કરવા લાયક છે એ ઉપદેશ કરે પડતું જ નથી. કારણ? કારણ એ જ છે કે આર્યપ્રજા જન્મથી ધર્મના સંસ્કારવાળી હોય છે.
શાસ્ત્રકાર જે વચન કહે તે કેવું હોવું જોઈએ? સાર્થક શાસ્ત્રકારનું વચન નિરર્થક ન લેવું જોઈએ. સાર્થક કહેવાય કેને? તે કે જે જાણવાથી આત્મિક લાભ થતું હોય, દુનિયાના વ્યવહારથી જે વાતે પર હોય અને જે સાચું માર્ગદર્શન કરાવતા હોય તે જ શાસ્ત્રોને સાર્થક વચને તરીકે ઓળખી શકાય. શ્રોતાઓ પોતે જે વસ્તુ જાણતા ન હય, સાંભળેળ ન હોય એવી જ વસ્તુઓ શાસ્ત્ર દ્વારા સાંભળવા માગે છે. જે વસ્તુઓ છેદા વ્યવહારની હોય, સાંભળેળ હેય અને આચરણમાં આવતી હોય તે વસ્તુ સાંભળવા ભાંગતા જ નથી. કેવળ વ્યવહારને જ કહેવાવાળું શાસ્ત્ર સફળ કહેવાતું જ નથી. વ્યવહારને ઉપદેશ તે સ્વયંસિદ્ધ છે. એવા ઉપદેશની