________________
આગમ ચેત
પ્રાપ્ત થવાવાળે છતાં કૃષિક્રિયાના પ્રયત્નમાં મળી આવતા ઘાસ અને પરાળની માફક છે, પણ પારમાર્થિક અને એકાતિક તથા આત્યંતિક ફલરૂપે કઈ પણ સાધ્ય હેય તે તે કેવલ મેક્ષ જ છે. દેવકાદિની આનુષંગિક્તા
આ કારણથી જેમ ખેતી કરનારે ખેડુત જે ખેતીનું ફળ પરાળ જ છે, એમ ધારે તે પરાળનું અપરિહાર્યપણું છતાં પણ પરાળને માટે ખેતી કરનાર ખેડુત અજાણ ગણાય, તેમ અહિં પણ દેવલોક અને સુકુલમાં પ્રત્યાયાતિ એ બન્ને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ધર્મને પ્રભાવે જરૂર થવાવાળા જ છે. છતાં તે દેવલેક અને સુકુલની પ્રત્યાયાતિને ઉદ્દેશીને જ અર્થાત અવ્યાબાધ મોક્ષના ધ્યેયને ચુકી તે દેવકાદિનું ધ્યેય રાખીને જ જેઓ ધર્મનું આચરણ કરે છે, તેઓને તત્વથી જેનશાસનમાં સમ્યગ્દષ્ટિમણે સ્થાન નથી, એથી એ નક્કી થયું કે અવ્યાબાધ પદરૂપ મેક્ષની પ્રાપ્તિ જ સમ્યગ્દષ્ટિનું લક્ષ્ય હેય. સમ્યગ્દષ્ટિને જ ધર્મ કે સમ્યગ્દષ્ટિને ધર્મજ
આ ધર્મ સમ્યગ્દષ્ટિને જ હેય અને સમ્યગ્દષ્ટિને આ ધર્મ જ હેય એવા વાકયેને જેઓ સૂક્ષમબુદ્ધિવાળા હેઈને ફરક સમજશે તેઓ જ ભાવધર્મ અને દ્રવ્ય ધર્મના અધિકારી કે કેણ? એ વગેરે હકીકત સમજી શકશે. આ હકીકતને સમજનારા મનુષ્ય પૂર્વભવના મિત્ર આદિરૂપ દેવતા કે જેઓ સામાન્ય છે. પણ અન્યમતના પ્રવર્તકે માનેલા નથી. માત્ર સામાન્યદેવ કુદેવ તરીકે જ છે, તેમનું આ લેકના ભાઈની પ્રાપ્તિ કે દહલાની પૂર્તિરૂપ અર્થને માટે અમ અને પૌષધ કરનાર મહારાજા શ્રી કૃષ્ણ અને શ્રી અભયકુમાર આદિને મિથ્યાત્વી કરાવવા નહિ જાય.
કેમકે મોક્ષપદ માટેને ભાવઘર્મ સમ્યગ્દષ્ટિને જ હોય એ નિર્ણય કરાય છે. અને સમ્યગ્દષ્ટિને ભાવધર્મ જ હેય એ નિર્ણય કરવામાં આવ્યું નથી.