________________
२४
આગમત
Boooooooooooooooo
8 વ્યાખ્યાન–૧૧
वचनाराधनया खलु.
સં. ૨૦૦૨ ના ભાદ. વદ ૮
બુધવાર તા. ૧૭-૯-૪૬
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરી શ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે છોડશક નામના પ્રકરણને રચતા થકાં આગળ સૂચવી ગયા કે –
આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી સંસારમાં રખડપટ્ટી કર્યા કરે છે. તેની અંદર મનુષ્ય જન્મ પામ તે જ પહેલાં મુશ્કેલ હતો. કારણ કે એકેન્દ્રિયની સૂક્ષ્મ કે બાદર નિમેદની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી અવસર્પિણ કાયસ્થિતિ કરી તે કોના અંગે? બહાર આવેલાને અંગે. અંદર રહેલાને કાયસ્થિતિનું પ્રમાણ નથી. બહાર નીકળવા માટે કાયથિતિ છે.
અર્થાત પાછો પડેલે કેટલું રખડે છે? જે નથી ચડ્યો તે નથી જ ચડ્યો. તેને પડવાનું શું? ચડીને પડેલાને સૂક્ષમનિગેહમાંથી બાદરનિગાદમાંથી અનંતા કાળચક્રો પછી બહાર નિકળવાને વખત મળે. પૃથ્વીકાયાદિમાં અસંખ્યાતા કાળચકો પછી બહાર નિકળવાને વખત મળે નારકી-દેવતામાં તેત્રીશ સાગરોપમ રખડે. આ રીતે મનુષ્ય અંદગી આવવી મુશ્કેલ છે. તેથી શાસ્ત્રકાર મનુષ્ય ભવને દુર્લભ કહે છે.
વળી જેને વ્યવહારરાશિમાં આવે અને તે કાળ થયે તે જીવ અનંતી વખત મનુષ્યપણું પામે છે. એટલું જ નહીં પરંતુ સાધુ પણું અનંતી વખત લીધું છે. તેને અંગે કહેવાય છે કે મેરૂ પર્વત જેટલા ઘા મુહપત્તિ કર્યા.
મનુષ્યપણું પામ્યા, સાધુપણું લીધું ત્યારે અનતી વખત નવ રૈવેયકમાં ઉપજે. પણ આ જીવનું કંઈ વળ્યું નહિ. આ શા માટે