________________
પુસ્તક રજુ વખતે તેલને પડછાયે લગીર આવ્યું તે સ્મશાને લાકડા ભેગા વહેલા કરવા પડશે. આપણે તેને ખરાબ ગણીએ છીએ. આપણે હિત માટે ચેતવે છે, તે કંઈ લાકડા-સ્મશાનમાં રાજી નથી. થઈ જાય નહિ તે માટે ચેતવે છે.
આ વાત ખ્યાલમાં રાખીએ તે શાસ્ત્રકાર કહે છે કે –
સર્વાના વચન વિરૂદ્ધ વર્તન વિચારે કે ઈચ્છામાં બુદ્ધિ કરી તે તમે અનંતા સંસારમાં રખડી જશે. ભગવાનને કાલમુખા કેમ ન કહેવા? કેમ તે કહ્યું કાલમુખા જેવું. તમે આવું કરો તે આવા થાવ, તેમ નહિ પણ આવું થશે, માટે ન કરે. અહિ આગળ નરક નિગોદમાં રખડવું પડશે.
છેડે દુનિયાદારીને મૃષાવાદ રૌરવ વગેરેમાં રખડાવનાર થાય તે જિનેશ્વર ભગવાનની વાણીને ખેતી અને વિરૂદ્ધ કહે તે શું થાય? નાસ્તિકે બેલે છે કે-નરક સાતથી આઠમી નથી ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે–સાતમીથી આઠમી નરક નથી, નિગદથી હલકી ગતિ બીજી કોઈ નથી. તે શા માટે બોલે છે? આને કઈ ગતિ મળવાનું કહેવું?
જિનેશ્વરની વાણીને જુઠી અપ્રમાણ અસિદ્ધ કહેનારને સાત નરકમાં તેનું ઠેકાણું કર્યું? તેમ જ નિગેદ વગેરે સ્થાનમાં મને દેખાતું નથી. કેમકે ત્યાંથી આગળ કઈ થાન નથી, તે આના માટે કઈ ગતિ ને સ્થિતિ કહેવી? તે મને સૂઝતું નથી.
જિનેશ્વર જેવા જગતના ઉપકારી ત્રણ લેકને કરનાર એવા મહાનુભાવ સર્વ તેના વચનને છેટું કહે ઉથલાવે તેવાને શું કહેવું? આઠમી નરક નથી, નિર્ગદથી નીચે સ્થાન નથી માટે બેલી શકતો નથી. માટે કોણ જાણે કે કઈ ગતિ થશે!
કહેવાનું છે કે આસ્તિક છે, તેઓ આત્માના હિત ખાતર સર્વજ્ઞના વચનના આધારે મન, ઈચ્છા, વચન કે પ્રવૃત્તિ બધી રાખે. માટે વરનારાધનય–વચનની આરાધના તે જ ધર્મ છે.
આવી રીતે ધર્મ જણાવ્યા છતાં તેવું આ જીવને કઈ વખતે લાગે ! તે તે વચન સમય સ્વરૂપ વિષય ફલ વગેરે શુ ? તે જે જણાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન.