________________
પુસ્તક ૨-જુ
२८ જતણી ખસી ગઈ, ગામમાં આવ્યા પ્રસંગ આવ્યા ત્યારે લોકોએ તેમને પૂછયું કે–મહારાજ જતીને સંઘટ્ટ થયે તે વાત ખરી? તેને ખુલાસે શે? મહારું ધ્યાન તે તરફ નહોતું, એકદમ હર્ષઘેલી થઈને આવીને અડકી, મારો ઉપયોગ આવ્યું એટલે ખસી ગયા. તે નહિ દેતાં મારી ન્યૂનતા ન દેખાય માટે કહ્યું કે જેના શાસન સ્યાદુવાદ છે.
જૈન શાસન સ્પાદુવાદ છે કે નહિ? જૈન શાસનમાં સ્વાદુવાદ છે તે વાત સાચી, સાચું મારૂંજ, સાચ સિવાય કંઈ નહિ. એવું વાક્ય, સ્વાદુવાદ શબ્દ કહ્યો ત્યારે શાસ્ત્રકાર કહે છે કે–તીર્થંકર ગોત્ર બાંધેલું નાશ થયું. થોડા ભામાં મોક્ષે જવાના હતા તેના બદલે વીશીએ રખડી ગયા. શાથી? જિનેશ્વરના વચનની પરિણતિ બરાબર ન થઈ માટે !
જિનેશ્વર ભગવાનને સ્પાદુવાદ સાચો તેને પણ ઉપયોગ ક્યાં સંઘટ્ટાના બચાવમાં? પોતાના અનુપયોગ પ્રમાદના બચાવમાં? વિચાર કરજો કે સ્વાદુવાદ શબ્દને ઉપયોગ જે આખા શાસનમાં વ્યાપેલે છે. સાચે, કેવળ સાચે, સાચા સિવાય કંઈ નહિ. છતાં વીશીઓ સુધી સંસાર વળે. કેમકે વચનને અવળે કર્યો તેથી!
હથિયાર પાણીદાર છતાં મુઠે નહિ પકડતાં ધારે પકડયું તે શું થાય? જે તરવાર મુઠે પકડી હોય તે બચાવ કરે ને ધારે પકડે તે બીજાનો બચાવ તે થાય ત્યારે ખરો ! પણ સૌ પ્રથમ પોતાને હાથ કાપે. તેમ જિનેશ્વરનું વચન પણ જે પ્રમાણે જે મુદ્દાએ શાસ્ત્રકારે વચન કર્યું તે મુદ્દાઓ પરિણુમાવીએ, કથન કરીએ તે બરાબર. મુઠીથી હથિયાર પકડવાની જેમ ફાયદો કરનાર થાય. મુદ્દાને કેરાણે મુકીને સાચું તદન સાચું જિનેશ્વરે કહેલું વાકય બીજા રૂપે પરિ ગુમાવાય તો તે વખતે શું થાય ? અવળા પકડેલા હથીયારની માફક નુકશાન જ કરે. આંગળા કોણે કાપ્યા તે અવળા પકડેલા હથિયારે. જિનેશ્વરનું વચન અવળું પરિણમે તે તેની તેના જેવી દશા થાય. આ વાત વિચારીને આગળ ચાલે.