________________
૪૨
આગમત જુઠું કોણ? તે બેય સાચા કેમ? કંઈક ધ્યેય દ્રષ્ટિથી વાત ચાલે છે. દ્રષ્ટિ કેવલ મેક્ષની.
શાસ્ત્રકારે આશ્રવ જણાવ્યા શા માટે? વાદીને વકીલ પ્રતિ વાદીની દલીલ જણાવે પણ તે કબુલાત ન હોય પણ તે છણાવટ માટે ને તેડવા માટે, બેટી ઠરાવવા માટે. તેથી મારે કેસ નબળો પડતો નથી, પણ તે ખોટા છે. મારો કેસ સાથે છે. તેમાં પ્રતિવાદીની દલીલે પુરાવા બેસે તે ન્યાયને પિતા તરફ ખેંચવા માટે.
તેમ અહીં પણ શાસ્ત્રકારે નવત કહ્યા તે વાત ખરી. કેટલાક તો તે પ્રતિવાદીની દલીલ તરીકેના છે. કેટલાક તે તેડવાના. જે બાધક છે તેને દૂર કરવા માટે. આશ્રવ બંધ પાપ તે કયા રૂપે કહા? પ્રતિવાદીના પુરાવા વાદીને વકીલ રજુ કરે તે તેડવા માટે, તેમ જિનેશ્વર ભગવંતે આશ્રવ બંધ પાપને નવમાં દાખલ કર્યા તે શા માટે? તે પિતાના કેસને મજબૂત બનાવવા માટે. પ્રતિવાદીને પુરાવા દલીલ તેડે નહિ તે વાદી પિતાનો કેસ મજબૂત કરી શકે નહિ. તેમ જિનેશ્વર ભગવંતે કહેલા આશ્રવાદિ ત્રણને રજુ કરવામાં ન આવે તે તેડવાનું બને નહિ, માટે આ ત્રણને દાખલ કર્યા તે તેડવા માટે.
અજીવ તવ શા માટે? તે પર સ્વભાવ જણાવવા માટે. વાદીના ઘરમાં ફુટેલે હોય, પ્રતિવાદીની સાક્ષીમાં આવે તે તેને માટે સાક્ષી પુરાવા રજુ કરવા પડે. તે અમારા કુળનો છે પણ તે અમારો વિરોધી છે. તેમ અહિ અજીવને દાખલ કર્યો તે અનાદિકાળથી જોડે રહેવાવાળે, કામ લેવું પડયું, કામ લઉં છું પણ તે મારા હિતમાં નથી. ઓરમાન માએ માન્ય હોય પણ જ્યારે કામ પડે ત્યારે મારી માતા જેવું પાલન કર્યું છે પણ મને ભરોસો નથી. તેને છોકરાની વાત આવે ત્યારે શું કરશે તે કહી શકે છે? તેમ આ અજીવ પદાર્થ ક્ષણે ક્ષણે જીવ જોડે મદદગારવાળે છે. એક ક્ષણ પણ જીવ અજીવ વગર રહ્યો છે? તો ના, પણ એ તે પરજાતને છે, મારા કુટુંબને નથી. રખાતના રાજકુંવરને ગાદીને હક ન હોય. ભલે જેડે ઉછર્યો હોય, રહે છે, જાય છે, આવે છે, છતાં હીન કુળવાળે ગણાય.