________________
પુસ્તક-૨ જુ
૨૭ કેમ ન ગણ? સમકિતની દઢતા માટે કહેલું વાક્ય તે ચારિત્રની ભ્રષ્ટતા, અંતરાય, વિરતિના નાશ માટે જોડયું. આવા જીવને પરિણામી કઈ રીતે કહી શકાય ?
આ રીતે આ જીવને શા માટે રખડવું પડ્યું? અનંતી વખત મનુષ્યપણું, ચારિત્રપણું, રૈવેયકપણું લીધુ તેમાં મીંડું કેમ ? એક જ કારણ કે જિનવચનની પરિણતિ થઈ નહિ.
જેમ જંગલમાં ભૂલા પડેલામાં ભાગ્યશાળી હોય તેને અજાણતાં પણ સીધે રસ્તો હાથ આવે અહિ પૂ આ. હરિભદ્રસૂરિજી કહે છે કે
ભગવાન જિનેશ્વરનાં વચનની પરિણતિ ઝટ ન થાય. જિનેશ્વર, ગણધરો, કેવલીઓ, શ્રુતકેવલીઓ, દશ પૂર્વધરના મેઢે સાંભળીએ અનંત વખત છતા પરિણતિ ન થાય પરિણતિ ક્યારે થાય? આ જીવની ભવિતવ્યતા છેલ્લા પુદ્ગલ પરાવર્તની હોય ત્યારે.
ચરમાવતમાં આવ્યા સિવાય જિનેશ્વરના વચનની યથાસ્થિત પરિણતિ થતી નથી. શ્રી સીમંધરસ્વામી કેવલી મહારાજને પૂછીએ કે મારા ભવ કેટલા ? તે જવાબ મળે કે મહાનુભાવ! એ તમારા આત્માને જ પૂછોને જેથી તમને ઉત્તર મળે.
આત્માને શું પૂછવું? તે મેં પૂછયું કે આ વચન તને મુદ્દા પ્રમાણે પરિણમ્યું કે નહિ? જે મુદ્દાએ શાસ્ત્રકાર વચન કહે છે તે મુદ્દાએ તે વચન તને પરિણમ્યું કે નહિ! તે આત્માને પૂછે. તેમાં તમારો જીવ હા કહે તે તમે શરમાવત’ સિવાય વધારે રખડવાના નથી. જ્યાં હાથ કંકણ છે ત્યાં ચાટલાની જરૂર શી? (કંકણમાં કાચ રહેતા હતા). હાથકંકણવાળો આરિસ ખળે તે મૂર્ખ કે બીજું કંઈ?
આ તમારું હાથકંકણ આત્મા. કેવલી મહારાજને પૂછવાનું કયું? તે એક પુદગલપરાવતમાં બાકી કેટલું તે પુછવાનું? આત્માને તપાસ-જિનેશ્વરના કહેલા વચને કહ્યા પ્રમાણે પરિણમે છે કે નહિ? તેને અવળે રસ્તે નથી થતું ને?