________________
પુસ્તક ૨-જુ જ્ઞાન તે શ્રત, ને જે શ્રુત તે જ જ્ઞાન. જ્ઞાન તે જ શાસ, શાસ્ત્ર તે જ્ઞાન જ. તેથી જ્ઞાનાચારને શાસ્ત્રના આચારમાં લીધે; માટે શ્રુતજ્ઞાનની મહદ્ધિકતા છે.
દ્વિીપાંતરે રહેલા સૂર્ય કરતાં ભેંયરામાં રહેલી તે દીવડી કામની આપણને દીવી કામની, પણ દ્વિીપાંતરને સૂર્ય નકામે. આપણા માટે કેવલજ્ઞાન ચાહે તેટલું મહદ્ધિક છતાં નકામું.
આ શ્રુતજ્ઞાન કુદરતી સરકારી વકીલ, સર્વજ્ઞ ભગવાને નીમેલા, આત્માનું સ્વરૂપ જણાવનાર, તે કેવલજ્ઞાન કરતાં મોટું, તેના ઉપર શાસનને ટકાવ, ઉત્પત્તિ અને છેડે. પણ કેવલજ્ઞાન ઉપર નહિ. કેવળજ્ઞાન અંગે તીર્થની સ્થિતિ છેડે ટકાવ તે સંબંધવાળી ચીજ નહિ.
માટે જ જિનેશ્વર ભગવાને જે માટે રીસીવર, વાલી, એજન્ટ નીમેલે કહે છે તે આ વચન માટે વચનના વશ વર્તાવપણામાં હિત રહેલું છે.
માટે વચનની આરાધનામાં ધર્મ છે. તેની આરાધનાવાળાને વચનનું સ્વરૂપ, વિષય ફળ, આરાધના કઈ રીતે કરવી તે જણાવવું જોઈએ. હવે તે સ્વરૂપ કઈ રીતે જણાવશે તે અંગે વર્તમાન.
goopedeoછGopes છે. વ્યાખ્યાન ૯ ક.
वचनाराधनया खलु।
સં. ૨૦૦૨ના ભા. વ. ૬
રવિવાર તા. ૧૬-૯-૪૬ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષડશક નામનાં પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે
સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડી રહેલે છે. અર્થાત્ આપણે આ જીવ જગતમાં ભટકતી પ્રજા જે ગણાય અને અત્યારે પણ જે છે તેને જે ઠેકાણું વિનાને છે.