________________
પુરતક ૨-જી બંધાઈ રહ્યા હોય, પરાધીનતાના પથરામાં ચગદાઈ ગયા હોય, રાગ શ્રેષમાં બંધાયેલા હોય ત્યાં સુધી આપ મતથી મત આપી શકે નહિ. જ્યારે દબાણમાંથી બંધનમાંથી છૂટે નીકળે ધુંસરીમાંથી છૂટા પડે ત્યારે સ્વતંત્ર ડગલું ભરે ને સ્વતંત્ર મત આપી શકે. નહિ તે સ્વતંત્ર મત આપી શકે નહિ.
અર્થાત ગુલામીની ધુંસરીમાંથી છૂટેલે, પુદ્ગલના દબાણથી છુટે,
કષાયના બંધનથી છૂટે થયે હોય તે મત દેવાને લાયક બને તેમ આત્માને અંગે જ્યારે મોહ અને કર્મની ધુંસરીમાંથી છુટે પડયો હોય, પુદ્ગલના દબાણથી કષાયને દેરડાના બંધનથી છુટા પડેલો હોય ત્યારે લાયક થઈ શકે.
થાય શી રીતે ? તે એક જ રસ્તે. જેમ કોઈ પણ દેશ સહારા વગર ગુલામીને ફેંકી દઈ શકતું નથી. દબાણમાંથી નીકળી શકતો નથી, સહાય વગર બંધમાંથી છૂટા પડી શક્તા નથી. જે જે દેશ છુટા થયા, દબાણથી છુટા થયા તે શાને અંગે? તે ચારે બાજુની સહાયને લીધે.
એક આયલેન્ડ ઈગલેંડથી કેવી રીતે છુટી શકયું? સેંકડો વર્ષો સુધી પૂર્વ પશ્ચિમથી સહાય મળી. જે વખતે ના પાડી ત્યારે બ્રિટીશરોએ બધું કર્યું, પણ શાથી કર્યું તે પાણીની મદદથી. બીજા દેશના સહારા વગર સ્વતંત્ર થાય જ શાના?
આ જીવને માટે જગતમાં એક જ સત્તા છે કે જે આ જીવને ધુંસરીમાંથી દબાણમાંથી કાઢે, તે તે કોણ? ફક્ત જિનેશ્વરના વચને, જિનેશ્વરે પ્રવર્તાવેલું શાસન, નિરૂપણ કરેલા આગમે.
તે સત્તા સિવાય જીવને કર્મની, મિહની, પુદ્ગલની ધુંસરી, દબાણ કે બંધનમાંથી કઈ છેડાવનાર નથી. માટે સર્વજ્ઞ ભગવાને વ્યાપક એવું શાસન સ્થાપન કર્યું. આ જગતના જીવોને ધુંસરીમાંથી, દબાણમાંથી, છ ધનથી છોડાવવા માટે આ શાસન સ્થાપ્યું છે.
કેવળજ્ઞાન થાય ત્યારે ભગવાન સિંહાસનથી ન ઉઠે. શ્રી ગૌતમવામીજી પંદરસો તાપસને પ્રતિબંધ કરીને લાવેલા અને કેવળી