________________
પુસ્તક ૧-લું જદી જુદી જાતિઓની સ્થાપના કરી અને અસુર સુર જાનવર અને પંખી આદિની જાતિઓ પહેલેથી હતી અને તેથી જ આલંકારિક ભાષાએ બ્રહ્માથી વણે એટલે જાતેની ઉત્પત્તિ વગેરે જણાવતાં માત્ર મુખથી બ્રાહ્મણની ઉત્પત્તિ વગેરે જણાવી મુખ, ભુજા, ઉદર અને પદ એ બધા મુખ્ય મુખ્ય અવયવે બ્રાહણે આદિની ઉત્પત્તિના હેતુ તરીકે જણાવ્યા, પણ દેવ, દાનવ, જાનવર, પક્ષી વગેરે માટે એક અંગે જણાવ્યું નહોતું.
બુદ્ધિશાળી પુરુષ આ બધું વિચારતાં સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રી યુગાદિદેવે કરેલી કમેથી જે જાતિ વ્યવસ્થા હતી તેને આલંકારિક રીતિમાં ગોઠવવા ગયા અને તે રીતિને પૂરી કરતાં દેવદાનવાદિની ઉત્પત્તિ પણ કલ્પી કાઢી આવી રીતે બ્રાહ્મણાદિ જાતિઓની ઉત્પત્તિ અસત્ય રીતિએ કલ્પીને દેવદાનવાદિની ઉત્પત્તિ ક૯પવી પડી અને અંતમાં બ્રહ્મા અને સકલ બ્રહમાંડની ઉત્પત્તિ કલપવી એ કૃત્રિમ કત્તાવાદીઓની અનિવાર્ય ફરજ થઈ પડી. એટલે કહેવું જોઈએ એક જાતિવાદની ગોઠવણી કરતાં બધી કલિપત શેઠવણ એ કૃત્રિમ વાદીઓને કરવી પડી.
જાતિવાદના ભેદે અને તેને ક્રમ :
કૃત્રિમવાદીએ બ્રામણાદિ જાતિઓની બ્રહ્માના મુખ આદિથી ઉત્પત્તિ માની જાતિવાદને મનાવે છે. પણ તેઓએ જણાવેલ જાતિને ઉત્પત્તિ ક્રમ હેતુપૂર્વક નથી, તેમ વ્યવસ્થાપૂવકને પણ નથી.
મુખથી બ્રહ્માએ બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા વગેરે કહેવાયું પણ પહેલા મુખથી બ્રાહ્મણને ઉત્પન્ન કર્યા કે પછી કર્યા તેને કઈ ક્રમ અથવા હેતુ નથી. એકની ઉત્પત્તિ થયા પછી કર્યું નવું કારણ નવા વર્ણને ઉત્પન્ન કરવામાં થયું? તે પણ સ્પષ્ટ જણાવાયું નથી જ.
વળી બ્રહાણાદિક જાતિના મનુષ્ય મનુષ્યપણું નવેસર હોવાથી જેવી રીતે સત્ય સનાતનવાદીઓને મનુષ્યના બચાવ જીવન રક્ષા અને ધર્મ આદિને માટે મનુષ્યની જાતિ વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ તેવી જરૂર આ કૃત્રિમવાદીઓ કહી શકે તેમ નથી, કારણ કે તે કૃત્રિમવાદીઓના મત પ્રમાણે તે બ્રાહ્મણદિ જાતિને બનાવવા પહેલાં