________________
પુસ્તક ૨-જું
धम्पं चिअ कामत्थीवि हु कुणसु भद्द !।
અર્થાત જિનપ્રવચનમાં કુશલ એવા નાગિલ નામના તેના મિત્ર વિદ્યુમ્માલિને કહ્યું કે તું કામની ઈચ્છાવાળે છતાં પણ હે ભદ્ર! ધમને જ કર. અર્થાત્ અર્થ અને કામને પ્રાપ્ત કરાવનાર પણ ધર્મ જ છે, તેથી અર્થ અને કામની ઈચ્છામાં વર્તવાવાળાએ પણ ધર્મ જ કરે જોઈએ.
ભગવાન હરિભદ્રસૂરિજી પણ એ જ જણાવે છે કેધન ધનાર્થના ઘર્મ, જામિનાં સર્વામ: (મ: સર્વIfમના) धर्म एवापवर्गस्य (स्वर्गापवर्गयोधर्म:) पारंपर्येण साधकः ।।१।।
અર્થાત ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે ધનની ઈચ્છાવાળાઓએ પણ ધમ આદર, કારણ કે આ ધર્મ એવે છે. કે ધનની ઈચ્છાવાળાઓને ધન આપે છે.
હું વળી જેઓને ઈષ્ટ વિષય વિગેરે સુખેની ઈચ્છા હોય તેવા કામના અથી પુરુષોએ પણ ધમ જ કરે, કારણ કે આ ધર્મ જ એ છે કે કામ( એટલે બાહ્ય સુખ)ની ઇચ્છાવાળાઓને કામ એટલે બાહ્યસુખ આપે છે, અને આ જ ધર્મ પરંપરાએ મેક્ષ (સ્વર્ગ અને મક્ષ)ને આપવાવાળો છે.
આ વસ્તુ સમજનાર મનુષ્ય અર્થ કે કામની અપેક્ષાએ થતી ધમની આરાધનાને કેઈપણ પ્રકારે રોકવા લાયક ગણી શકે નહિ. ખરી રીતે તે ધર્મની આરાધના આત્માના અખંડ સુખના અનુભવ રૂપ જે મેક્ષ છે તે માટે જ કરવાની છે અને કરવી એમાં જ શ્રેય છે, પરંતુ માર્ગ તરફ વળતા લોકોને અર્થ અને કામની દષ્ટિએ કે અર્થ અને કામના સાધન તરીકે જે ધર્મને ઉપદેશ અપાય કે ધર્મની પ્રવૃત્તિ કરાવાય તે સર્વથા છાંડવા લાયક જ છે એમ જૈન પ્રવચનની કુશળતાવાળે તે કઈ પણ દિવસે બેસી શકે જ નહિ.
તરવથી ધર્મ અને મોક્ષ એ બે જ પુરુષાર્થ છે એ વાત વાંચકએ ધ્યાનમાં રાખવાની છે. :