________________
પુસ્તક ૨-જુ છે, અને તેવા પુદ્ગલ દ્વારા થતા શબ્દ-રૂપ-રસ ગંધ અને સ્પર્શ આદિ સુખને પામવામાં પિતાની કૃતાર્થતા ગણે છે.
આવી રીતે ભવબાલ્યકાળમાં રહેલા જીની પ્રવૃત્તિ જે થાય છે તેમજ તે બાહ્ય સાધનો મેળવવાની પ્રવૃત્તિમાં જ્યારે હોય ત્યારે તે અર્થ પુરુષાર્થ તરીકે ગણાય છે, તેમજ જ્યારે તે સાધનેથી કાલ્પનિક સુખને જે અનુભવ કરે છે, તે કામ પુરુષાર્થ તરીકે ગણાય છે.
આ અર્થ અને કામ એ બનેને ભવબાલ્યકાળવાળે જીવ પુરુષાર્થ તરીકે ગણે છે, પરંતુ વાસ્તવિક રીતિએ એ એક પુરુષાર્થ નથી, પરંતુ પુદ્ગલાર્થ જ છે, એટલું જ નહિ, પરંતુ પુરુષ એટલે મનુષ્ય ગણાય; તે સિવાયના જીવ પણ બાહ્ય સુખના સાધન તરીકે પુદગલોને મેળવવા માગે જ છે, અને તેથી પુદ્ગલો મેળવીને તે મેળવવા દ્વારા જે બાસુખ મળે તે પણ અનુભવે જ છે.
એટલે જેનશાસ્ત્રકારો જે અર્થ અને કામને પુરુષાર્થ તરીકે નથી માનતા તેનું કારણ તેનું પુદ્ગલાર્થપણું જ છે.
વળી આ અર્થ અને કામ એ બે પુરુષાર્થ આદિમાં લાભ વિગેરે દેથી ઘેરાયેલા છે, મધ્યદશામાં અતૃપ્તિ તથા ઈર્ષ્યાદિ દેથી ઘેરાયેલા છે તથા અન્તમાં શોક અને આકદન વિગેરેથી ઘેરાયેલા હોઈને તે અર્થ અને કામને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ વાસ્તવિક રીતિએ અનર્થ તરીકે જ ગણાવે છે. - વળી તે અર્થ અને કામ વર્તમાન જીવનમાં ઉપર જણાવ્યા પ્રમાણે અનર્થદાયી થાય છે એટલું જ નહિ, પરંતુ ભવાંતરમાં પણ તે અર્થ અને કામ લાલસાને લીધે દુગદગતિમાં દેડ કરવી પડે છે.
આ જીવ અર્થ અને કામ પુરુષાર્થથી જે કઈ પણ પ્રકારે શ્રેયઃ મેળવી શક્યો હોત તે અનાદિકાળથી અર્થ અને કામપુરુષાર્થ એટલે પુદ્ગલ રૂપ સાધને મેળવવા અને તે પુદ્ગલે મેળવીને