________________
આગમત છે, અને જે જીવ ભવિષ્યમાં તેવા સુખને પામવાને લાયક હોય અગર તેવા સુખનાં સાધનેને મેળવવાવાળો થવાનું હોય, તે પણ
જ્યાં સુધી તેવા સુખેને મેળવવા માગે નહિ અગર તેવા સુખને મેળવવાનાં સાધનને ઉપગ તેવા અખંડ સુખને મેળવવા માટે કરવો જોઈએ એમ માને નહિ, ત્યાં સુધી તે જીવ શ્રીજિનશાસનને પગથીએ ચઢેલ નથી એમ મનાય છે.
આ કારણથી ભવિષ્યમાં સંપૂર્ણ સુખરૂપી મોક્ષને મેળવવા માટે લાયક થનાર છને પણ જ્યાં સુધી આવા ઉપર જણાવેલા પગથીએ આવવાનું ન થાય, ત્યાં સુધી તે જીવન સમસ્ત ભવકાલને શાસ્ત્રોમાં બાલ્યકાળ તરીકે ગણવામાં આવે છે.
આવી રીતે જેનશાસનમાં જણાવેલી વસ્તુઓ સમજનાર મહાનુભાવ તે ભવના બાલ્યકાળને છોડીને જરૂર જૈનશાસનને પગથીયે ચલે હાય છે. આ ભવને બાલ્યકાળ છોડ્યા પછી જે કંઈ પ્રવૃત્તિ કે અનુષ્ઠાન થાય છે તે સર્વ આદિ–મધ્ય અને અન્તિમ એ ત્રણે અવસ્થામાં કલ્યાણને દેવાવાળાં અને સુખમય જ થાય છે.
આ જ કારણથી ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ધર્મના સ્વરૂપને બતાવતાં લક્ષણ તરીકે જણાવે છે કે રાહમણાતા –અર્થાત જે અનુષ્ઠાન આદિ, મધ્ય અને અન્તભાગમાં કલ્યાણરૂપ હોય તે જ અનુષ્ઠાન કે પ્રવૃત્તિને ધર્મ તરીકે ગણી શકાય, અર્થાત્ આ અનુકાનમાં આત્માને શરૂઆતમાં કે અનુષ્ઠાન કરતી વખતે અથવા તે અનુષ્ઠાનના પરિણામમાં કલ્યાણની બુદ્ધિ અને કલ્યાણની જ પ્રાપ્તિ હોય છે.
જૈનશાસનના પગથીયે યથાસ્થિતપણે ચઢેલાઓની જ્યારે આ સ્થિતિ હોય છે ત્યારે જૈનશાસનના પગથીયાથી બહાર રહેલા
એટલે ભવ-બાલ્યકાળમાં રહેલા બની અગર તે પગથીયા ઉપર સંપૂર્ણપણે નહિ આવેલા ઓની સ્થિતિ કંઈક વિચિત્ર જ હોય છે.
તે જ પિતાના આત્માને સ્વાભાવિક સુખને જાણતા અને માનતા હોય અગર ન હોય તે પણ આત્માથી પર એવા અને આત્માથી સર્વથા જુદા સ્વભાવવાળા એવા પુદ્ગલો મેળવવા માટે મથે