________________
૮૮
આગમત શિક્ષાને અનિષ્ટ ગણનારા મનુષ્ય અનિષ્ટતમ એવી શિક્ષાને અનુભવ કરતાં તે અનુભવ કરાવનારથી છુટવા માટે તે ગુન્હેગાર મનુષ્ય કયા ક્યા પ્રયત્ન કરે ? એ સમજી શકાય તેમ છે.
તેથી જ સમજી શકાશે કે એ પણ એક વર્ગ ઊભો કરે પડ્યો, કે ઊભો થઈ ગયો કે જે પિતાનામાં અત્યંત એવી ઉગ્રતા ધારણ કરનાર હોય કે જે ઉગ્રતાથી તે ગુન્હેગાર સજા ભગવતી વખત પણ ગુન્હેગારોએ કરેલા અથવા કરવા માટે કરાતા અન્ય અન્યાયપૂર્ણ પ્રયત્નોને પણ જે વર્ગ બરાબર દબાવી શકે. આવી રીતે શિક્ષાને અમલ કરાવે, નવા ઉત્પાત ન થવા દે અને અન્યાય કરનારાઓને પણ કબજામાં રાખે, ઈત્યાદિ કાર્યોને માટે એક વર્ગ એ નિયત કરે પડે કે જેથી ન્યાયને રસ્તો ચલાવે સુગમ થઈ પડે.
એ જે વર્ગ ભગવાને સ્થાપે તે જ વસ્તતાએ આરક્ષક છતાં જગતમાં ઉગ્ર તરીકે ગણાયે, અને તે ઉગ્ર નામને વગ રાજ્યસત્તા ચલાવવા અંગે ભગવાનને નિયત કરે પડ્યો.
અર્થાત ક્ષત્રિમાં પેટા ભેદ તરીકે પ્રથમ ઉઝ નામને વર્ગ ઉત્પન્ન થયે, હવે બીજા ભાગ રાજન્ય અને સામાન્ય ક્ષત્રિય કેમ થાપ્યા? અથવા કેમ ઉત્પન્ન થયા? તેને વિચાર કરીએ.
(ક્રમશઃ)
6