________________
આગમત વળી આ પણ સમજાય તેવી હકીકત છે કે આધિપત્ય તેઓ કરી શકે કે જેઓમાં રક્ષણનું સામર્થ્ય અપ્રતિમ હેય. વળી ઉત્પત્તિ કરનાર કેઈપણ હોય પણ તે ઉત્પન્ન થયેલ ચીજને ઉત્પન્ન કરનાર પણ માલિક ત્યારેજ રહી શકે કે જ્યારે સામર્થ્યવાળાને સંતેષ હોય, વળી એ પણ સાથે સમજવા જેવું છે કે રક્ષણના પ્રયત્નમાં સામાન્ય કાયિક પ્રયત્નો કદાચ કાર્ય કરે, પણ અન્ય તરફથી ઉત્પન્ન કરાયેલી કે રખાયેલી ચીજને લઈ લેવા ઉડાવી જવા અથવા ઉઠાવી લેવા જ્યારે પ્રયત્નો થાય, ત્યારે તે રક્ષણ કરનારના પ્રયત્નની તીવ્રતાની હદ ઘણી વધી જાય છે.
આ દષ્ટિએ વિચાર કરતાં જે આગળ જવામાં આવશે તે સ્પષ્ટ થશે કે શારીરિક બળને ખીલવવાવાળાઓ મુખ્યતાએ રક્ષણના કાર્યમાં ઉપગી નીવડે છે અને જે લેકો જ્ઞાન તરફ અને વિચાર પરંપરા તરફ આગળ વધે છે તે તે શારીરિક તીવ્ર પ્રયત્નવાળા કાર્યોને કરવા માટે ઘણું એાછા લાયક નીવડે છે.
એટલે કહેવું જોઈએ કે શારીરિક બળની ઉચ્ચ કેટિએ પહોંચેલ વર્ગ આધિપત્ય ધરાવી શકે અને આધિપત્ય ધરાવતા થઈને રક્ષણ પણ કરી શકે. વર્તમાનકાળમાં કે શાસ્ત્રોમાં પણ આધિપત્ય ધરાવનાર રાજા મહારાજાઓને પ્રજાપાલ, ભૂપાલ, નરપતિ અને નુપ જેવાં જે નામો છે તે રક્ષણ દ્વારા અધિપતિપણું મળ્યાને સૂચવનાર છે.
એટલે સ્પષ્ટ થશે કે આ જગતની આદિકાળથી માલિકી ક્ષત્રિયની હતી અને ક્ષત્રિય જગતના રક્ષણના કાર્યમાં મશગુલ થઈ અધિપતિ થઈ શકે છે અને થઈ શકયા છે.
ઉગ્ર જાતના ક્ષત્રિયની સ્થાપના:
પ્રજાના અન્યાયના પકારને લીધે ભગવાનને રાજ્યગાદી સ્વીકારવી પડી, એ વાત લક્ષમાં લેવાથી માલુમ પડયું હશે કે તે વખતે પ્રજામાં અન્યાય કરનારાઓ તરફથી ત્રાસ વતી રહ્યો હતો. સામાન્ય અક્કલથી પણ વિચારી શકીશું કે ન્યાય કરવાવાળાને પિતાનું