________________
આગમત શાસ્ત્રકાર એટલા માટે બે વાત સ્પષ્ટપણે કહે છે એક તે પહેલે જાતિભેદ ક્ષત્રિયને થયે અને તેથી રાજ્યની ઉત્પત્તિ કે પ્રવૃત્તિના કાળથી બે જાતિઓ થઈ.
બીજી વાત એ કે એ આખી શિક્ષકવર્ગની ક્ષત્રિય જાતિ તે સ્વતંત્ર ન હતી પણ ભગવાન શ્રી ઋષભદેવજીને આશ્રિત હતી એટલે પાંચસે સુભટના ટેળાની માફક નાયક વિનાની કે પરસ્પર સંબંધ વિનાની તે ક્ષત્રિય જાતિ ન હતી.
આવી રીતે ઉત્પન્ન થયેલ ક્ષત્રિય જાતિરૂપ શિક્ષકવર્ગમાં પણ સર્વ ક્ષત્રિયે એક પ્રકારના હતા એમ તું અને હેય પણ નહિ. તે ક્ષત્રિયવર્ગની જાતિમાં પણ પેટા જાતિઓ તે વખતે ઉત્પન્ન થયેલી હતી અર્થાત જેમ કેટલાક મનુષ્યનું ધારવું છે કે પ્રથમ સનાતન સત્યવાદીઓની અપેક્ષાએ તે ક્ષત્રિય જાતિ અને કૃત્રિમ સુષ્ટિવાદીઓના મંતવ્ય પ્રમાણે આઘમાં બ્રાહ્મણ જાતિ ઉત્પન્ન થઈ હેય, પણ તે એક ક્ષત્રિય કે બ્રાહ્મણ જાતિને મુખ્ય જાતિભેદ થયા પછી ઘણે કાળે તે ક્ષત્રિય કે બ્રાહ્મણ જાતિના પટાભેદરૂપ અવાંતર , જાતિઓ થઈ, એમ સનાતન સત્યવાદીઓના હિસાબે નથી.
સનાતન સત્યવાદીઓના હિસાબે તે ક્ષત્રિય જાતિને મુખ્ય ભેદ સ્થાપન કે ઉત્પન્ન કરાય તે જ વખતે તે ક્ષત્રિય જાતિની પેટા જાતિઓના ભેદ ઉત્પન્ન થયા કે કરાયા. તે ક્ષત્રિય જાતિના પેટા ભેદે ચાર કરાયા હતા તે ચાર ભેદે આ પ્રમાણે ૧. ઉગ્ર, ૨. ભેગ, ૩. રાજન્ય અને ૪. ક્ષત્રિય. આવી રીતે ક્ષત્રિય જાતિના ચાર પેટા ભેદ ઉત્પન્ન થયા.
ક્ષત્રિનું આધિપત્ય કે બ્રાહ્મણનું?
ઉપરની હકીકત વાંચનાર અને વિચારનાર સહેજે સમજી શકશે કે જગતનું કહો કે સમગ્ર દેશનું કહે, ચાહે તેનું કહો, પણ પ્રથમ આધિપત્ય જે કેઈને પણ સંપાયું હોય કે કેઈને પણ મળ્યું હોય તે તે માત્ર ક્ષત્રિય જાતિને આધિપત્ય મળેલું છે, એમ માનવું પડશે.