________________
પુસ્તક ૧-લું
૮૫ જો કે કેટલાક આદિમાં બ્રાહ્મણ જાતિનો ભેદ ઉત્પન્ન થયે માને છે, પણ તેઓ તેઓના મતે માત્ર જ્ઞાન દેવાવાળા હોવાથી આચાર્યના કે શિક્ષકના સ્થાનમાં આવે, પણ શિક્ષા કરનાર એ શિક્ષક વગર બ્રાહ્મણને હતું એમ કહી શકાય નહિ.
એટલે બ્રાહ્મણની જાતિ પ્રથમ ઉત્પન્ન થયેલી માનીએ, તે પણ જગતનું આધિપત્ય તે તે જાતિને મળી શકે નહિ.
વળી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે બ્રાહ્મણ જાતિની આદિમાં ઉત્પત્તિ માનનાર પ્રથમ ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્રની હયાતી માની નથી ત્યારે ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યકાલથી થયેલી વર્ણવ્યવસ્થામાં સર્વ વર્ણોના મનુષ્યની હાજરી તે ક્ષત્રિની ઉત્પત્તિની વખતે માનવામાં આવી છે. એકલા તે તે વર્ણના મનુષ્યની હયાતી હતી એમ નહિ, પણ તે બધા લેક તે બધા કાર્યો કરવાવાળા હતા પણ માત્ર તેને જાતિભેદ નહોતો, જેમકે ભગવાને અન્નના અજીર્ણને લીધે ખેરાકની વ્યવસ્થા માટે કુંભકાર શિલ્પ બતાવ્યું, તે વખતે કુંભકારની કારીગરી ઉત્પન્ન થઈ, પણ તે કુંભારની ક્રિયા તે સર્વને કરવી પડતી હતી સર્વ મનુષ્ય પિતાને માટે જોઈતા ભાજને ઉત્પન્ન કરી લેતા. અર્થાત્ વૈશ્ય, બ્રાહ્મણ કે શુદ્ધ જેવી કેઈ જાતના વર્ણભેદે આ ક્ષત્રિયેની જાતિની ઉત્પત્તિ થવા પહેલાં થયેલા ન હતા.
આ ઉપરથી જેઓ કહે છે કે બ્રહ્માએ આખું જગત અથવા જગતની સર્વ વસ્તુઓ ઉત્પન્ન કરી બ્રાહ્મણોને આપી હતી. આ તેઓનું કથન ફક્ત પારકાનું લઈને બ્રાહ્મણ ખાઈ જાય, પારકાનું પહેરી લે, તથા અન્યનું લઈને અન્યને આપી પણ દે તો બ્રાહ્મણને દેષ નથી, એમ જણાવી બ્રાહ્મણેનાં અધમતમ કૃત્યને ઢાંકવા માટે છે. આથી બ્રાહ્મણની ઉત્પત્તિ બ્રહ્માના મુખથી માનેલી હોવાથી બ્રાહ્મણ કેઈપણ ગુન્હામાં આવે તે એ મારવા લાયક નહિ. વગેરે જેમ એક સવવર્ણની અગ્ય રીતિએ ઉત્તમત્તા ઠસા વવા તેઓ તરફથી કહેવામાં આવે છે, તેવી રીતે વર્ણની ઉત્પત્તિમાં પણ તેમને કહેલે તે મુદ્દાને લેવાથી કોઈપણ પ્રકાર શ્રદ્ધેય નથી.