________________
આગમત
ઉજમણું અંગે મહત્વની વાત છે
ઉજમણાને અંગે જે ચંદરવા વગેરે ભરાવવામાં આવે છે. તે રીતિ નવી નથી, કેમકે–શ્રાદ્ધવિધિ અને ધર્મ સંગ્રહ આદિ ગ્રંથમાં ચંદ્રોદય આદિ ઉપકરણે દહેરાં વગેરે માટે જણાવવામાં આવે છે. અને વસ્તુતાએ વિચારીએ તે જિનેશ્વર મહારાજની પાછળ ભામંડળ રહેતું જ હતું કે જે ભામંડળનું તેજ સૂર્ય કરતાં તે શું ! પણ બાર સૂર્ય કરતાં અધિક હતું. તે પછી સામાન્ય સેના-રૂપાના કસબથી ભરેલા ચંદરવા ભગવાનની પૂઠે બાંધવાને માટે તૈયાર કરાય તે કોઈપણ પ્રકારે અનુચિત નથી.
ભગવાન ગૌતમસ્વામીજી વગેરે ગણધર પણ જે વખતે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજ વગેરે જિનેશ્વર ભગવાનની પહેલા પહેરની દેશના દીધા પછી જે બીજા પહેરે દેશના આપે છે તે દેશનાની વખતે આવશ્યક નિયુક્તિકાર મહારાજ વગેરે સ્પષ્ટપણે જણાવે છે કે –
રાજાઓ તે દેશના માટે સિંહાસન લાવે અને તે સિંહાસન ઉપર ગણધર મહારાજાઓ બિરાજમાન થઈ દેશના આપે. જે રાજામહારાજાએ લાખો અને કરોડો સેના અને રૂપિયા ભગવાન જિનેશ્વરની વધામણીમાં આપે તે રાજા-મહારાજાઓ ગણધર મહારાજાઓ માટે જે સિંહાસન લાવે, તે સિંહાસન ચંદ્રોદય આદિ ઉપકરણવાળું હોય તે સ્વાભાવિક છે. અને જે વખતે ગણધર મહારાજની દેશના થાય તે વખતે જે કંઈપણ રાજા-મહારાજા સિંહાસન લાવનારા નથી લેતા તે જિનેશ્વર ભગવાનના પાદપીઠ કે જે રત્નથી જડેલાં હોય છે અને જે પાદપીઠ ઉપર બેસતાં જિનેશ્વર ભગવાનની રત્નજડિત વેદિકા જ પાછળ આવે છે, તે પાપીઠ ઉપર આચાર્ય મહારાજાઓના મૂળ ગણધર મહારાજા બિરાજમાન થતા હોવાથી અન્ય આચાર્યાદિક વ્યાખ્યાતાઓની પાછળ અને ઉપર પુંઠીયા અને ચંદરવા બંધાય તેમાં કેઈપણ પ્રકારે અનુચિત નથી, પણ યોગ્ય ગુરુભક્તિને જ સદ્ભાવ છે.
પૂ. આગામે શ્રી લિખિત “તપ અને ઉદ્યાન”
નવી આવૃત્તિ પા. ૨૮-૨૮૭