________________
આગમત તેના સુખે અનુભવવાં એવી ધારણાવાળે સર્વકાળે હોય જ છે, અને એ અનાદિકાળથી છે તે પછી તેને આ દુઃખહેતુક દુઃખરૂપ અને દુઃખના ફલવાળા સંસારચક્રમાં રખડવાનું હોય જ નહિ,
આ વસ્તુ વિચારનારો સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ ભવભાવના અને પુપમાલામાં જે અર્થ અને કામના ઉપદેશને દેવાવાળાઓ છે, તેઓને પડ્યા ઉપર પાટુ દેનારા ગણે છે, સંસારસમુદ્રમાંથી ઉદ્ધરનાર તે તેઓને જ ગણેલા છે કે જેઓ ધર્મ અને મોક્ષ એ પુરુષાર્થને ઉપદેશ આપી જગતને ઉદ્ધાર કરનાર છે.
ભાષ્યકાર શ્રી ઉમાસ્વાતિષાચકજી પણ એ જ જણાવે છે કે– नर्ते च मोक्षमार्गाद् हितोपदेशोऽस्ति
जगति कृत्स्नेऽस्मिन् । અર્થાત્ આ આખા જગતમાં મોક્ષમાર્ગના ઉપદેશ સિવાયને કોઈપણ ઉપદેશ હેય તે હિતને ઉપદેશ કહેવાય જ નહિ.
આવી સ્થિતિ છતાં પણ જ્યારે કેટલાક ભવન બાલ્યકાળમાં રહેલા છ નિરિછકપણે કે નિસ્પૃહપણે ધર્મની પ્રવૃત્તિ કરી શકે નહિ, ત્યારે તે જીને તેમની અર્થ અને કામની ઈચ્છા પૂરી કરવાના સાધન તરીકે પણ ધર્મ કરવાને ઉપદેશ તેઓ જ આપે કે જેઓ ભવબાલ્યકાળથી નીકળીને ભવના યૌવનકાળમાં આવેલા હાય,
પર્યુષણનાં વ્યાખ્યાન સાંભળનાર શ્રાવકોને સાફ સાફ માલમ છે કે પંચશિલમાં ઉત્પન્ન થનાર વિદ્યુમાલીદેવ કે જે પહેલા ભવમાં પાંચસે સ્ત્રીઓથી પણ સંતોષ નહિ પામતાં હાસા-મહાસાને માટે અગ્નિમાં બળી મર્યો હતે, તેવા તે વિઘન્માલીને નાગિલ નામને શ્રાવક કે જે તે વખતે અચુત દેવતાની સ્થિતિમાં છે અને તે વિદ્યુમ્માલીના પૂર્વ ભવના વર્તનથી આ અમ્રુતદેવતાને જીવે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી હતી, તે જ નાગિલશ્રાવક વિદ્યુમ્ભાલીને જણાવે છે કે નાપવાસનું ફળ તક્ષ मित्तण भणिओ -