________________
૮૭
પુસ્તક ૧-લુ મગજ ચાહે તેવું હોય, તે પણ શિક્ષા નિયત કરતી વખતે મગજને સમતોલ રાખ્યા વિના ચાલે નહિ.
મગજનું સમતલપણું ગુમાવનારો મનુષ્ય સજાની સ્થિતિને સમજી શકે નહિ. છતાં કદાચિત હંમેશાના અભ્યાસને લીધે સમજી શકે, તે પણ મગજનું સમતલપણું ગુમાવવાથી યથા અપરાધ દંડની સજા ન કરતાં પોતાના મગજની પ્રવૃત્તિ પ્રમાણે દંડની સજા કરી નાંખે, અને તેથી ગુન્હાની તુલના ન થતાં માત્ર મગજની તુલનાએ દંડ થાય, અને એમ થાય કે તે દંડ અપરાધની માત્રા કરતાં ન્યાયાધીશના મગજની માત્રાને આભારી ગણાય. માટે ન્યાયની ખાતર તેમજ ત્રિલેકનાથ ભગવાન ઋષભદેવજી ત્રણ જ્ઞાનવાળા હવાથી ચાહે તેવા અપરાધમાં પણ તેઓ મગજને સમતલ રાખી શકે એ અસ્વાભાવિક નહતું.
આ સમજવાથી એ પણ હવે સમજાઈ જશે કે ન્યાયની શરૂઆત કરનાર જે આ ત્રણ જ્ઞાનવાળા ભગવાન ના હેત તે ન્યાયની સ્થિતિ અપરાધ પ્રમાણે જ દંડ થવાની રહેત નહિ. આવી રીતે ભગવાને અપરાધ પ્રમાણે દંડની પ્રવૃત્તિ કરેલી હોવાથી ભગવાનને પિતાને તે ઉગ્ર થવું પડે નહિ, પણ વાચકે સમજી શકે તેમ છે કે મનુષ્ય પોતાના ગુન્હાને વિચારવા કરતાં પિતાને થયેલ દંડ વ્યાજબી હોય તે પણ તેને બહુ માટે માની લેવા તૈયાર થાય છે અને તેમ માની લેવાથી અથવા સામાન્ય રીતે દંડની અપ્રિયતા સ્વાભાવિક હેઈ શિક્ષાને ગુન્હેગારે અનિષ્ટતમ ગણે તેમાં નવાઈ નથી.
હવે જ્યારે ગુન્હેગાર થઈને ન્યાયના રસ્તાથી ખસી ગયેલ મનુષ્ય યથાર્થ રીતે થયેલ શિક્ષાને પણ અનિષ્ટતમ ગણે ત્યારે તે તેવી અનિષ્ટ શિક્ષાથી બચવા માટે દરેક જાતના પ્રયત્ન કરે. વળી અનિષ્ટ શિક્ષા થયેલી સાંભળવામાં આવે તે વખત અન્યાયકારને પણ જે અનિષ્ટતા લાગે તેના કરતાં પણ તે અનિષ્ટ શિક્ષાને અનુભવ જ્યારે લાંબી કે ટૂંકી મુદત સુધી કરે પડે, ત્યારે તે ન્યાયથી ચૂકી ગયેલા મનુષ્યની શી સ્થિતિ થાય? તે ન કલ્પી શકાય તેમ નથી, આ હકીકત ધ્યાનમાં લઈશું તે ન્યાયથી ચૂકેલા અને