________________
આગમત કોઈ મનુષ્ય કે જાતિ કઈ હતું જ નહિ. તે પછી કેના બચાવ અગર જ્ઞાન માટે બ્રહ્માને જાતિની રચનાની જરૂર જણાય.
આ વાત ધ્યાનમાં લેવાથી સુજ્ઞપુરૂષ સ્પષ્ટપણે સમજી શકશે કે ઈશ્વર સૃષ્ટિ બનાવી એને અંગે કૃત્રિમ સૃષ્ટિવાદીઓને જ્યારે ઈશ્વરે શા માટે સૃષ્ટિ રચી? એવા પુછવામાં આવતા સવાલના જવાબમાં તે કૃત્રિમવાદીઓ કઈ પણ હેતુ કે કમ જાતિવાદની જેમ જણાવી શકતા નથી, તેમ આખા સૃષ્ટિવાદમાં કંઈ પણ હેત કે કેમ ન જણાવી શકવાથી એક બાળકની કોટીમાં ઈશ્વરને મૂકી દઈ તે ઈશ્વરની કીડા ઈચ્છા એવા એવા ઉત્તરો કેવા કેમ પડે છે ? તે સમજાશે.
સનાતનવાદીઓએ એ જાતિક્રમ હેતુ અને કમસર જણાવેલ છે? તે કે અને સત્ય છે? તે હવે તપાસીયે.
સત્ય સનાતનવાદીઓએ સ્વીકારેલ જાતિભેદને કમ અને હેતુઓ:
અત્યાર સુધીની ભગવાન ઋષભદેવજીની હકીકતને જાણનારે મનુષ્ય સારી રીતે સમજી શકે તેમ છે કે –
ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યાભિષેક નહતો થયે ત્યાં સુધી પ્રજામાં કોઈ પણ જાતિભેદ જેવી ચીજ નહતી.
જો કે કુલકરેએ પરંપરાથી હાકારઆદિ નીતિ દ્વારા એ નીતિને ઉલ્લંઘન કરનારી પ્રજાનું શિક્ષણ શરૂ કરેલું હતું. અને તેથી ભગ વાન શ્રી ઋષભદેવજી કરતાં પણ ઘણું કાલથી અર્થાત્ અસંખ્યાતા કાલ થવા પહેલાંથી પ્રજા વર્ગના સામાન્ય રીતે બે વિભાગ તે પડી ગયા જ હતા. તે બે વર્ગમાં એક શિક્ષક વર્ગ જેને આપણે કુલકર તરીકે ગણીએ છીએ અને બીજે શિક્ષણીય વગ કે જે તે તે કલકરની નીતિઓથી શિક્ષણીય થતું હતું. તે બીજે વગર એક જ હતે જેને આપણે સામાન્ય જીગલિયા તરીકે કહી શકીએ છીએ.
સામાન્ય દષ્ટિવાળો મનુષ્ય આ વાત તે સહેજે સમજી શકે તેમ છે કે ચાહે તે જમાને, ચાહે તેવી જાતિ કે ચાહે તેવી અવસ્થા લેવામાં આવે તે પણ જીવનનિર્વાહનાં સાધને સિવાય કંઈપણ મનુષ્ય વ્યક્તિ જીવી શકે નહિ. તેમાં પણ જેમ ભાગ્યશાળી મનુષ્યને