________________
૭૭
પુસ્તક ૧-લું ન મેળવી શક્યા હોય, છતાં તેવા ભાગ્યશાળીઓને રાજ્ય પ્રાપ્ત થવા પહેલાં પણ તેને સદ્ભાગ્યથી આકર્ષાયેલ અનેક જનસેવા કરનાર અને રાજ્યગાદીની પ્રાપ્તિમાં મદદ કરનાર મળી રહે છે. અને રાજ્યગાદી પ્રાપ્ત થયા પહેલાં સામાન્ય રીતે તે પૂર્વ અવસ્થામાં રહેલ રાજાને આશ્રિત વર્ગ કે રાજ્યગાદી મેળવવામાં આશ્રિત થયેલ વર્ગ મુખ્યતાએ રાજાને વફાદારીથી વળગી રહે છે.
રાજાને આશ્રિત થઈને રહેવાવાળો આ વર્ગ તે ભાગ્યશાળી રાજાને ભાગ્યને રાજ્ય મળ્યા છતાં કેક અશુભ કર્મ કે અંતરાયના ઉદયે કદાચ રાજ્યગાદી છેડી દેવાનું કે છુટી જવાને પ્રસંગ આવે અને કદાચ તે રાજા તરીકે ગણાયેલા પુરૂષને રાજ્યની બહાર અન્ય દેશમાં કે યાવત્ જંગલમાં પણ ભટકવું પડે છે, તે પણ તે રાજાને અંગે આશ્રિત થયેલ વર્ગ રાજાની સેવાને છોડતું નથી.
આ વર્ગ સામાન્ય રીતે નિજ કુટુંબને કે શ્વસુર પક્ષને હોય છે, એમ નહીં પણ રાજ્યકાલમાં રાજ્યની કારકીદી પ્રમાણે અનેક પુરૂષ તે ગાદીપતિ રાજાની સેવામાં હાજર થઈ રાજાને આશ્રિત થાય છે. પણ આવા રાજ્યારોહણ પછી આશ્રિત થયેલ વર્ગમાં ઘણે મોટે ભાગે તે માત્ર નિર્વાહની પ્રાપ્તિ અને વૃદ્ધિના લક્ષ્યવાળે હાઈ તે કેવલ રાજ્યઆશ્રિત જ ઘણી વખત થાય છે.
હવે આ ક્ષત્રિયેના વિચારમાં ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યકાલ પહેલાં કુટુંબ કે શ્વસુરપક્ષ જેવું તે હતું જ નહિ. એમ કહીએ તો ચાલે તેમ છે, અને રાજ્યકાલ પહેલાં યુગલીયાપણાને લીધે તેમ જ રાજ્યાભિષેકથી આવી પડેલી જવાબદારી તે વખતે નહિ હોવાને લીધે રાજાને આશ્રિત થનારા વર્ગને અભાવજ હતા, એમ કહી શકાય અને રાજ્યાભિષેકથી રાજ્યગાદી મળી અને રાજ્ય વ્યવસ્થામાં જેઓ સામેલ થયા તેઓ ઘણા ભાગે રાજાને આશ્રિત નહાય પણ રાજ્યને જ ઘણે ભાગે આશ્રિત થતા હોય, તો તે અસંભવિત તે નથી જ! પણ ઘણું જ સંભવિત છે.
પણ ધ્યાન રાખવાની જરૂર છે કે અચિત્ય પુણ્યના સમુદાયને ધારણ કરનારા જ મહાપુરૂષો તીર્થકર તરીકે જન્મે છે અને તેથી તેમનું જીવન યેગીના વચન અને જ્ઞાનથી અગમ્ય એવું હોય તેથી તે મહાપુરૂષના અચિત્ય પુણ્યના પ્રભાવે ગર્ભ અને