________________
७६
આગમત
અર્થાત્ કહેવું જોઈએ કે સકલ સમુદાયની દશા તે વખતે એવી હતી કે અનીતિના કૃત્યો સર્વને ઘા જેવા જ લાગતાં હતાં, અને તેથી પિતે બચી શકતા ન હોવાથી ભગવાન ઋષભદેવજીને તે ઘાથી બચાવવા માટે અરજ કરી અને ભગવાન શ્રી ઋષભદેવજીએ જે વર્ગની વ્યવસ્થા સમુદાયને આવી પડતા આર્થિક કૌટુંબિક કે શારીરિક ઘાને બચાવ કરવા કરી, તે વર્ગ ક્ષત્રિય કહેવાય.
આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે જગતમાં વર્ણવ્યવસ્થા થતાં પહેલવહેલી વર્ણવ્યવસ્થા કે જાતિભેદ ક્ષત એટલે ઘાથી ત્ર એટલે રક્ષણ કરનાર, એવા યથાયોગ્ય નામવાળી ક્ષત્રિય જાતિની ઉત્પત્તિ થઈ
આ સ્થળે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જેમ કેઈ પણ રાજ્ય, દેશ, ગ્રામ, જ્ઞાતિ કે કુટુંબમાં સર્વ મનુષ્ય સ્વાવલંબી કે
સ્વરક્ષણના સામર્થ્યવાળા હાય નહિ, હવે જ્યારે અસ્ત્ર શસ્ત્ર આદિ વિદ્યાને ઉંચી ટોચે પહોંચેલે પ્રચાર જે વખતમાં થયેલું છે, ત્યારે પણ સર્વ દેશ આદિના સર્વ મનુષ્ય સ્વરક્ષણનું સામર્થ્ય અને સાધન ન ધરાવે તે પછી રક્ષણની નીતિની જે વખતે માત્ર શરૂઆત જ હતી. તે વખતે સર્વ મનુષ્ય સ્વરક્ષણમાં સમર્થ હોય, એમ ન બને એ સ્વાભાવિક છે. તે પછી પરરક્ષણમાં સર્વ મનુષ્ય સમર્થ બને, એ તે કલ્પી પણ શકાય તેમ નથી,
આ વસ્તુ વિચારવાથી સ્પષ્ટ થઈ જશે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ જે યુગળીયાએની રક્ષાને ભાર ઉપાડ્યો તેમાં પ્રજાજનમાંથી એ કેટલાક વર્ગ તેઓને રાખવો જ પડ્યો હશે કે જે વર્ગ પ્રજા રક્ષણમાં આદ્યપાન્ય ઉપયેગી થઈ શકે, તેવા વર્ગને ક્ષત્રિય કહેવાય તેમાં આશ્ચર્ય નથી અને તે ક્ષત્રિયને વર્ગ રાજાને આશ્રિત થાય, તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
આ જ કારણથી ચૂર્ણિકાર ભગવાન જણાવે છે કે તા ને તે રાથસિગા તે સ્વત્તિયા નાયા અર્થાત્ પહેલે જાતિભેદ અનીતિથી બચાવવા માટે થયે હતું અને તે બચાવનારો વર્ગ ક્ષત્રિય કહેવાયા હતા, તેમજ તે ક્ષત્રિયને વર્ગ રાજાને અશ્રિત થયે. રાજાને આશ્રય કે રાજ્યને આશ્રય?
સામાન્ય રીતે જે પુરૂષે રાજ્યગાદીને લાયક છતાં રાજ્યગાદીને