________________
७४
આગમત અવગાહના ઘણી મોટી હેવાથી પ્રસૂતિ ઘણી ઓછી હતી. વળી સુનંદા નામની યુગલિયાને પુરૂષ અકાળે તાડવૃક્ષના ફળના પડવાથી મરી ગયે. તે પૂર્વે કઈ પણ યુગલીયાનું અકાળ મૃત્યુ થયું જ નહોતું. તે પહેલાં તે બધું નિયમિત રીતે કોડાક્રોડ સાગરોપમ સુધી ચાલ્યું હતું, કોઈ પણ યુગલીયું નિર્વશ જાય જ નહિ. પિતાની જિંદગીના છેલ્લા ભાગમાં એક યુગલીયાને જન્મ આપે જ. તથા કઈ પણ યુગલીયાને સાંસારિક સુખ અસંખ્ય કાળ સુધી પણ ભેગવવાનું થાય. જે કે તેઓ પાતળા રાગવાળા હોવાથી તેમ બને નહિ. છતાં યુગલીયાના પ્રસવના કાળને આખરી જિંદગીને છેલ્લો ભાગ નિયમિત છે, તેવી રીતે વિષયસુખને કાળ એ અ૯૫ નિયમનવાળો ન હોવાથી અસંખ્ય કાળ માની લઈએ તે પણ એક યુગલીયાથી એક જ યુગલીયાને જન્મ થાય.
આ પ્રમાણે વિચારતાં શ્રી વિમલવાહન આદિ કુલકરની વખતે મનુષ્ય એટલે યુગલીયાઓની સંખ્યા ઘણું જ ઓછી હતી, પણ ભગવાન શ્રી ઋષભદેવજીના વખતે તે ખુદ ભગવાન ઋષભદેવજીને જ સો પુત્ર અને બે પુત્રીઓ થવાથી પહેલું પગથીયે છપ્પન ગણે વધારે થવાથી અનુક્રમે અનેક જનેને અનેક ગુણાં સંતાન થવાથી વસતિની ઘણુ જ વૃદ્ધિ થઈ ગઈ હતી.
વર્ગ વ્યવસ્થા અને કાયિક દમન કેમ?
ઉપરની હકીકત સમજનાર રહેજે સમજી શકશે કે વિમલવાહન આદિ કુલકરના વખતે મનુષ્યની જ સંખ્યા અલ્પ હતી. ત્યાં વિરલ વસ્તી હોવાના કારણે અપરાધને રોકવા ખેળવા અને સજા કરવાના પ્રસંગે ઘણા ઓછા અને ઘણે વખતે હોવાથી માત્ર વાચિક દમન જે હાકાર આદિના ઉચ્ચારણ રૂપે હતું, તે ચાલી શકતું હતું અને કાયિક દમન ન હોવાથી એક જ વ્યક્તિ અપરાધની શિક્ષા કરવાને સમર્થ થતી હતી. પણ હવે એ વાચિક દમનની અને એક વ્યક્તિની અસર ન થાય એ સ્વાભાવિક હતું, અને તેથી ભગવાન શ્રી ઋષભદેવજીના વખતે અનેક સ્થાને અનેક જાતના અપરાધ કરનારી મનુષ્યની ટેળીઓ પણ હોય, એટલે કાયિક દમનની જરૂરીઆત જેટલી ગણાય તેટલી જ જરૂરી છે દમન કરનારા વર્ગની ગણાય, અને એવી રીતે